×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ભારતની 5G ટ્રાયલમાં ચીની કંપનીઓને તક નહીં મળવાથી ચીન દુખી


- ટેલિકોમ કંપનીઓને 6 મહિના માટે 5જી સ્પેક્ટ્રમની ટ્રાયલ કરવાની મંજૂરી આપવામાં આવી 

નવી દિલ્હી, તા. 6 મે, 2021, ગુરૂવાર

ભારત સરકારે 5જી મોબાઈલ નેટવર્કની ટ્રાયલને મંજૂરી આપી દીધી છે જેમાં કોઈ ચીની કંપનીને તક નથી આપવામાં આવી. આ કારણે ચીન ખૂબ જ દુખી છે અને તેણે આ ભારતના વેપાર માટે યોગ્ય નથી તેવું નિવેદન આપ્યું છે. ઉલ્લેખનીય છે કે, ચાલુ સપ્તાહ દરમિયાન દૂરસંચાર કંપનીઓને 5જી ટ્રાયલ માટે 5જી સ્પેક્ટ્રમ ઉપલબ્ધ કરવામાં આવશે.   

રિલાયન્સ જીઓ, ભારતી એરટેલ, વોડાફોન આઈડિયા અને એમટીએનએલ-બીએસએનએલને ટ્રાયલ માટે 5જી સ્પેક્ટ્રમ ઉપલબ્ધ કરી આપવામાં આવશે. 

શું કહ્યું ચીને?

ચીની દૂતાવાસના પ્રવક્તા વાંગ શિઆયોજિયાને જણાવ્યું કે, 'અમે આ વાત માટે ગાઢ ચિંતા અને દુખ વ્યક્ત કરીએ છીએ કે ચીની દૂરસંચાર કંપનીઓને ભારતીય કંપની સાથે 5જી ટ્રાયલ કરવાની મંજૂરી નથી અપાઈ. અમે આશા રાખીએ છીએ કે ભારત આંતરિક વિશ્વાસ વધારવા વધુ સારા નિર્ણય લેશે. ચીની કંપનીઓને 5જી મોબાઈલ નેટવર્કના ટ્રાયલની મંજૂરી ન આપવી ભારતના વેપાર માટે યોગ્ય નથી.'

તેમના કહેવા પ્રમાણે ચીની કંપનીઓને ટ્રાયલમાંથી બહાર રાખવાથી કાયદાકીય અધિકારો અને હિતોનું નુકસાન થશે તથા ભારતના સુધરી રહેલા વેપારી માહોલમાં પણ અડચણ આવશે. તે ઈનોવેશન અને ભારતીય ઈન્ડસ્ટ્રી માટે પ્રેરક નથી. 

જલ્દી મળશે સ્પેક્ટ્રમ

ટેલિકોમ કંપનીઓને આગામી 2-3 દિવસમાં સ્પેક્ટ્રમ ઉપલબ્ધ કરી આપવામાં આવશે. આ કંપનીઓ ઓરિજનલ ઈક્વિપમેન્ટ મેન્યુફેક્ચરર અને તકનીકી પ્રદાતા કંપનીઓ એરિક્શન, નોકિયા, સેમસંગ અને સી-ડોટ સાથે ગઠબંધન કરશે. રિલાયન્સ જીઓ ફન્ફોકોમ સ્વદેશી તકનીક સાથે 5જી મોબાઈલ નેટવર્કનું ટ્રાયલ કરશે.

દૂરસંચાર વિભાગના કહેવા પ્રમાણે ટેલિકોમ કંપનીઓને 6 મહિના માટે 5જી સ્પેક્ટ્રમની ટ્રાયલ કરવાની મંજૂરી આપવામાં આવી છે. આ સમયગાળામાં તેના માટે જરૂરી ઉપકરણોની ખરીદી અને સેટિંગ માટેના 2 મહિનાનો પણ સમાવેશ થઈ જાય છે.