×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કોરોનાના કેસમાં ફરી ઉછાળો, 24 કલાકમાં 3780ના મોત, 15 રાજ્યોમાં શક્તિશાળી બની લહેર


- મહારાષ્ટ્ર, કર્ણાટક, યુપી, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, દિલ્હી, રાજસ્થાન, હરિયાણા, બિહાર, ગુજરાત વગેરે રાજ્યની સ્થિતિ ચિંતાજનક

નવી દિલ્હી, તા. 5 મે, 2021, બુધવાર

જીવલેણ કોરોનાની બીજી લહેર ભારતને વધુ મજબૂતાઈથી પોતાના ભરડામાં લઈ રહી છે. દેશના આશરે 15 જેટલા રાજ્યોની સ્થિતિ ખૂબ જ ગંભીર છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 3,82,315 નવા કેસ સામે આવ્યા છે અને 3,38,439 દર્દીઓ સાજા પણ થયા છે. સાથે જ 3,780 લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે અને દેશમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 34,87,229 થઈ ગઈ છે. 

આ મહામારીના કારણે અત્યાર સુધીમાં 2.26 લાખથી વધારે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 51,880 નવા કેસ સામે આવ્યા છે. 65,934 લોકો ડિસ્ચાર્જ થયા છે અને 891 લોકો મૃત્યુ પામ્યા છે. આ સાથે જ મહારાષ્ટ્રમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 6,41,910 થઈ ગઈ છે અને અત્યાર સુધીમાં કુલ 71,742 લોકોના મોત થયા છે.

કર્ણાટકમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 44,631 નવા કેસ સામે આવ્યા છે, 24714 લોકો ડિસ્ચાર્જ થયા છે અને 292 લોકો મૃત્યુ પામ્યા છે. આ સાથે જ કુલ એક્ટિવ કેસ 4,64,363 થઈ ગયા છે અને કુલ 16,538 લોકો મૃત્યુ પામ્યા છે. 

તે સિવાય યુપી, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, દિલ્હી, રાજસ્થાન, હરિયાણા, બિહાર, ગુજરાત, મધ્ય પ્રદેશ, બંગાળ, પંજાબ, ઉત્તરાખંડ અને ઝારખંડની સ્થિતિ પણ ચિંતાજનક છે.