×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કોર્પોરેશનની મનમાની નહીં ચાલે, અમારા ઓર્ડર બાદ જ સરકાર હરકતમાં કેમ આવે છે? : હાઇકોર્ટ


- ઓક્સિજન પ્લાંટ માટે પોતાના ફંડનો ઉપયોગ કરો, રાજ્ય સરકાર કેન્દ્રના ફંડની કેમ રાહ જુએ છે

અમદાવાદ, તા. 4 મે 2021, મંગળવાર

રાજ્યમાં કોરોનાના કારણ કપરી સ્થિતિ સર્જાઇ છે, જેના કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. ખાસ કરીને સરકાર અને તંત્રની ઉદાસિનતા અને અણઘડ નિર્ણયો આ સ્થિતિમાં લોકોને ભારે પડી રહ્યા છે. ત્યારે આ તમામ વસ્તુઓને ધ્યાનમાં લઇને ગુજરાત હાઇકોર્ટે જાતે સંજ્ઞાન લઇને સુઓમોટો કર્યો હતો. જેની છેલ્લા થોડા સમયથી ઓનલાઇન સુનવણી ચાલી રહી છે. ત્યારે આજે પણ હાઇકોર્ટમાં આ અંગે ઓનલાઇન સુનવણી થઇ હતી. આ પહેલા ગઇકાલે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા એફિડેવિટ કરાયા હતા.

આજની સુનવણીમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના વકીલ હાજર રહ્યા હતા. હાઇકોર્ટે આજે પણ રાજ્ય સરકાર અને AMC બંનેને ફટકાર લગાવી છે. હાઇકોર્ટે આજે સરકારને સવાલ કર્યો છે કે અમે કોઇ ઓર્ડર કે નિર્દેશ આપીએ ત્યારે જ સરકાર કેમ હરકતમાં આવે છે? હાઇકોર્ટે કહ્યું કે કોર્પોરેશનની મનમાની નહીં ચાલે.

AMC પર સરકારનો કોઇ અંકુશ નથી?
અમદાવાદમાં થોડા દિવસો પહેલા સુધી કોરોનાના દર્દીઓને માત્ર 108માં જ દાખલ કરવામાં આવતા હતા. જો કે હાઇકોર્ટની ફટકાર અને લોકોના ભારે વિરોધ બાદ AMCએ આ નિર્ણય બદલ્યો હતો. ત્યારે ગઇ સુનણીમાં કોર્ટે રાજ્ય સરકારને આ અંગે સવાલ પુછ્યો હતો. જેના જવાબમાં આજે રાજ્ય સરાકરે કોર્ટેને કહ્યું કે તે નિર્ણય AMCનો હતો. જેથી કોર્ટે કહ્યું કે શું AMC પર સરકારનો કોઇ અંકુશ જ નથી? સરકાર કોર્પોરેશનની કામગીરી પર નજર કેમ નથી રાખતી? તો સાથે જ સવાલ કર્યો કે AMC રાજ્ય સરકારની પોલીસીનું પાલન કેમ નથી કરતી?

એફિડેવિટમાં કેટલી માહિતી ખોટી લઈને આવ્યા છો
આ સિવાય હાઇકોર્ટે AMCની ઝાટકણી કાઢતા કહ્યું કે AMC રાજ્ય સરકારની અંડરમાં જ આવે છે, તો તેને કામ પણ રાજ્ય સરકારની પોલીસી પ્રમાણે કરવું પડે. જ્યરે AMC પોતાની અલગ પોલીસીથી કામ કરી રહી છે, આવું કેમ છે? 108 ની જે લાઇનો લાગે છે, તે આ અલગ પોલીસીના ચક્કરમાં જ લાગે છે. આ સિવાય હાઇકોર્ટે AMCના વકિલને કહ્યું કે તમે સરકારી એફિડેવિટમાં કેટલી માહિતી ખોટી લઈને આવ્યા છો. આવી બેદરકારી તમારા સોર્સ કેવા છે?  સરકાર ટેસ્ટિંગનો આંકડો કેમ બરાબર બતાવતી નથી. ટેસ્ટિંગ ઓછું થાય છે એ હકીકત છે તમે વ્યવસ્થા કેમ વધારતા નથી.

દરેક જિલ્લાને રેમડેસિવિરની સમાન વહેંચણી કરો
રેમડેસિવિર ઇંજેક્શન મુદ્દે સરકારે પોતાનો જવાબ રજૂ કરતા કહ્યું કે દર્દીની ગંભીરતા જોઈને રેમડેસિવિર અપાય છે. જેમાં છેલ્લા દિવસમાં અમદાવાદમાં 25.44% ઈન્જેકશન આપ્યા છે અને જિલ્લામાં 75% ઈન્જેકશન ફળવામાં આવ્યા છે. જેના જવાબમાં હાઇકોર્ટે કહ્યું કે અમદાવાદ એ રાજ્યનો એક ભાગ છએ. રાજ્યના અન્ય જિલ્લાઓ અને શહેરો પણ મહત્વના છે. તમે અમને છેલ્લા 15 દિવસ કે મહિનો જીલ્લા પ્રમાણે ઈન્જેકશન કેટલા આપ્યા એની માહિતી આપજો.

સરકાર પોતા ખર્ચે ઓક્સિજન પ્લાંટ કેમ ના સ્થાપી શકે?
હાઇકોર્ટે રાજ્ય સરકારને સવાલ કર્યો કે સરકાર પોતાના ફંડમાંથી ઓક્સિજન પ્લાંટ ના સ્થાપી શકે? કેન્દ્ર તરફથી ફંડ મળે તેની રાહ કેમ જુએ છે?  જો આવું થાય તો પ્લાંટ વધી શકે છે. જો કે સરકારી વકિલે તેનો જવાબ આપતા કહ્યું કે પ્લાન્ટ માટેનું રો-મટીરીયલ આપણે બહારના દેશમાંથી મંગાવીએ છીએ. જે 2-3 મહિનામાં આવે છે જેના કારણે વિલંબ થઈ રહ્યો છે.

ધન્વંતરિ હોસ્પિટલમાં વોર્ડ બોય દ્વારા ટ્રીટમેન્ટ આપવામાં આવે છે
સુવણી દરમિયાન વકીલ શાલીન મહેતા ધન્વંતરિ હોસ્પિટલમાં વોર્ડ બોય દ્વારા ટ્રીટમેન્ટ આપવામાં આવે છે તેમ કહ્યુ હતું. તેમણે કહ્યુ કે તેમને એક કોલ આવ્યો હતો. જેમાં લંચ છેક સાંજે ચાર વાગ્યે આપવામાં આવ્યુ હોવાનું કહેવાયુ હતુ. એડવોકેટ અમિત પંચાલે કહ્યું કે ધન્વંતરિ હોસ્પિટલમાં 900 બેડની છે, પરંતુ તેમાંથી 641 બેડ જ કાર્યરત છે. લોકોમાં ગેરસમજ ઉત્પન થાય છે કે, હોસ્પિટલમાં 900 બેડની છે. પરંતુ તેમ નથી અને લોકો હેરાન થઈ રહ્યા છે. ત્યાં દર્દીઓને સાર સંભાળ રાખવા વાળુ કોઈ નથી.

નાના શહેરોમાં ટેસ્ટિંગનો અભાવ, ટેસ્ટ ઘટાડતા કેસ ઘટ્યા
વકિલ પરસી કવિનાએ સુનવણી દરમિયાન કહ્યું કે રાજ્યના નાના શહેરોમાં લોકો હેરાન થઇ રહ્યા છે. ત્યાં ટેસ્ટિંગથી લઇને રિસોર્સની અછત છે. ટેસ્ટ રિપોર્ટ પણ બે કે ત્રણ દિવસે મળે છે. નાના શહેરો અને ગામડાની સ્થિતિ ગંભીર છે. સાથે જ તેમણે કહ્યું કે સરકારે ટેસ્ટની સંખ્યા ઘટાડી છે, જેથી કેસમાં ઘટાડો થયો છે.