×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

Coronavirus: એપ્રિલમાં 70 લાખ લોકો થયા બેરોજગાર, દેશમાં બેકારી દર 8 ટકાએ પહોચ્યો

નવી દિલ્હી, 3 એપ્રિલ 2021 સોમવાર

દેશમાં ચાલી રહેલા કોરોનાવાયરસ રોગચાળાની બીજી લહેરનાં કારણે એપ્રિલમાં બેકારીનો દર 8 ટકા સુધી પહોંચ્યો છે, જે ચાર મહિનામાં સૌથી વધુ છે. ભવિષ્યમાં, સુધારા થાય તેવી કોઈ સંભાવના જોવા મળતી નથી કારણ કે ઘણી રાજ્ય સરકારોએ વધી રહેલા કોરોનાનાં સંક્રમણને ફેલાતું રોકવા માટે સ્થાનિક સ્તરે લોકડાઉન લગાવ્યું છે, અને તેના સમયગાળાને પણ વધુ લંબાવી રહી છે.

પ્રાઇવેટ રિસર્ચ ફર્મ સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઇકોનોમી (CMIE) નાં આકડાં અનુસાર, એપ્રિલમાં 70 લાખથી વધુ લોકોએ તેમની નોકરી ગુમાવી પડી છે અને દેશમાં બેરોજગારીનો દર વધીને 7.97 ટકા થઈ ગયો છે. માર્ચમાં તે 6.5 ટકા હતો. CMIEનાં મેનેજિંગ ડિરેક્ટર મહેશ વ્યાસે કહ્યું કે નોકરીઓમાં ઘટાડો થયો છે. આ લોકડાઉનને કારણે આવું બન્યું છે. હાલમાં, કોરોનાએ પરિસ્થિતિ ભયંકર બનાવી છે અને તબીબી આરોગ્ય સેવાઓ પર ઘણું દબાણ છે. એવી આશંકા છે કે મે મહિનામાં પણ આવી જ સ્થિતિ પ્રવર્તતી જોવા મળશે.

આર્થિક રિકવરી પર જોખમ

દેશમાં કોરોના સંક્રમણને રોકવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોંદીએ ગયા વર્ષે માર્ચ મહિનામાં કડક લોકડાઉન કરવાની ઘોષણા કરી હતી, જેના કારણે લાખો લોકોને રોજગારી ગુમાવવી પડી હતી અને અર્થવ્યવસ્થા રેકોર્ડમાં ઘટાડો નોંધાયો હતો. મોદી હવે રાજ્યોને અંતિમ ઉપાય તરીકે લોકડાઉન લાદવા કહે છે. નવા કેસોમાં થયેલી વૃધ્ધીથી દેશની આરોગ્ય વ્યવસ્થાને તીવ્ર ફટકો પાડ્યો છે, જેના કારણે રાજ્યોને લોકડાઉન જેવા પ્રતિબંધો લાદવાની ફરજ પડી રહી છે. આનાથી અર્થતંત્ર ફરી એકવાર પાટા પરથી ઉતરવાની સંભાવના ઉભી થઈ છે.

રોજગારનાં મોરચા પરના નબળા આંકડા આ નાણાકીય વર્ષમાં ભારતને ડબલ  ડિઝીટની આર્થિક વૃદ્ધિ હાંસલ કરવાનાં અનુમાનો પર પાણી ફેરવી શકે છે. અનેક એજન્સીઓએ ભારતનાં વિકાસનાં અનુમાનોમાં ઘટાડો કર્યો છે. ઘણી એજન્સીઓનું કહેવું છે કે જો રાજ્યો પ્રતિબંધોને હજું વધું લંબાવશે તો આર્થિક સ્થિતિ વધુ કથળી શકે છે. બાર્કલેઝ બેન્ક પીએલસીએ સોમવારે ભારતની જીડીપી વૃદ્ધિનાં અનુમાનમાં 1 ટકાનો ઘટાડો કરીને 10 ટકા કરી દીધી છે.