×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

દેશમાં કોરોના વાયરસનો નવો મ્યુટેન્ટ મળ્યો, બાકીના સ્ટ્રેન કરતા 10 ગણુ વધારે સંક્રમણ ફેલાવે છે

નવી દિલ્હી,તા.3.મે.2021

દેશભરમાં હાહાકાર મચાવી રહેલા કોરોના વાયરસના લેટેસ્ટ મ્યુટન્ટે હવે વૈજ્ઞાનિકોની ચિંતા વધારી દીધી છે.વાયરસનુ આ નવુ સ્વરુપ અત્યંત ખતરનાક છે અને તેનાથી સ્થિતિ વધારે બગડી રહી છે.

વૈજ્ઞાનિકોએ આ મ્યુટેન્ટને N440K નામ આપ્યુ છે.તેમનુ કહેવુ છે કે, બાકીના સ્ટ્રેનના મુકાબલે આ મ્યુટેન્ટ 10 ગણુ વધારે સંક્રમણ ફેલાવી શકે છે.આ મ્યુટેન્ટના કારણે જ દેશમાં ઘણા સ્થળે હાહાકાર મચેલો છે.

એક અહેવાલ પ્રમાણે દેશમાં  26 એપ્રિલથી 2 મેની વચ્ચે કોરોનાના 26 લાખ નવા મામલા સામે આવ્યા હતા અને 23800 દર્દીઓના મોત થયા છે.તેની વચ્ચે વૈજ્ઞાનિકોને આ ખતરનાક મ્યુટેન્ટની જાણકારી મળી છે.જે બીજા તમામ સ્ટ્રેન કરતા 10 ગણુ અને વધારેમાં વધારે 1000 ગણુ વધારે સંક્રમણ ફેલાવી શકે છે.જેના કારણે દેશના ઘણા ભાગમાં કોરોનાની લહેર આક્રમક સ્વરુપ ધારણ કરી રહી છે.

મ્યુટેન્ટ N440K પહેલી વખત આંધ્ર પ્રદેશના કરનૂલમાં જોવા મળ્યો હતો.હવે તે તેલંગાણા તેમજ આંધ્ર અને દેશના બીજા હિસ્સામાં તેજીથી ફેલાઈ રહ્યો છે.સંશોધકોનો દાવો છે કે, બીજી લહેરમાં આંધ્ર તથા તેલંગાણામાં જેટલા પણ નવા કેસ સામે આવ્યા છે તે આ વેરિએન્ટના કારણે આવ્યા છે.

આ મ્યુટેન્ટને હૈદ્રાબાદના સેન્ટર ફોર સેલ્યુલર એન્ડ સાયન્ટિફિક એન્ડ ઈનોવેશન રિસર્ચના વૈજ્ઞાનિકોએ મળીને શોધ્યો છે.