×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ગુજરાતમાં કોરોનાની કપરી સ્થિતિ વચ્ચે પણ અધિકારીઓ વચ્ચે રાજકારણ, પોતાનું કામ સારુ દેખાડવાની હોડ

અમદાવાદ, તા. 3 મે 2021, સોમવાર

એક તરફ રાજ્યમાં કોરોના વાયરસનો હાહાકરા મચી રહ્યો છે, જેના કારણે પ્રજા અત્યારે પારાવાર પીડામાંથી પસાર થઇ રહી છે. લોકો અત્યારે નિ:સહાય અને હતાશ થઇ છે. તેમની મુશ્કેલી અને સમસ્યાને ત્યારે કોઇ દૂર નથી કરી શકતું. સરકાર અને પ્રશાસન જાણે કે હજુ પણ આંખ આડા કાન કરી રહ્યા છે. રાજ્યના મહાનગરો બાદ અત્યારે ગામડાઓની સ્થિતિ કફોડી બની છે. ગામડાઓમાં કોઇ પણ પ્રકારની સુવિધા નથી અને લોકો ટપોટ મરી રહ્યા છે. 

ત્યારે આવી સ્થિતિ વચ્ચે પણ ગુજરાતના અધિકારો વચ્ચે રાજકારણનો ખેલ રમાઇ રહ્યો છે. એક રીતે કહીએ તો રાજ્યના અધિકારીઓમાં આ કપરી સ્થિતિમાં પણ કોલ્ડ વોરની સ્થિતિ જામી છે. એકતરફ લોકો કાળમુખા કોરોનાથી પિડાઇ રહ્યા છે અને રાજ્યના અધિકારીઓ અંદરો અંદરો અંદર લડી રહ્યા છે. સૂત્રો પાસેથી મળતી માહિતિ પ્રમાણે પોતાની કામગીરી સારી દેખાડવા માટે અધિકારીઓમાં અંદરોઅંદર હોડ જામી છે. જેમાં પ્રજાનો કચ્ચરઘણ નિકળી રહ્યો છે. 

અત્યારે સ્થિતિ તો ત્યાં સુધી ગંભીર બની હોવાના સમાચાર મળી રહ્યા છે કે અધિકારીઓ ઓક્સિજન, દવા અને ઇંજેક્શનોને લઇને પણ પોતની વગનો ઉપયોગ  કરી રહ્યા છે. જેના કારણે આ બધી વસ્તુઓની ફાળવણીમાં વિઘ્ન ઉભું થઇ રહ્યું છે. જ્યારે આ પ્રજા અસહ્ય પીડામાંથી પસાર થઇ રહી હોય, ત્યારે તેને દૂર કરવાના બદલે અધિકારીઓ અંદરોઅંદર લડી રહ્યા છે.