×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ઓક્સિજન પહોંચવામાં મોડું થયું, કર્ણાટકના હોસ્પિટલમાં 24 કોરોના દર્દીના મોત

નવી દિલ્હી, તા. 3 મે 2021, સોમવાર

દેશમાં અત્યારે કોરોના વાયરસની બીજી લહેર ચાલી રહી છે, જે ઘાતક નિવડી છે. વર્તમાન સમયે દેશ ઓક્સિજનની અછતનો સામનો કરી રહ્યો છે, તો હોસ્પિટલોમાં બેડ પણ નથી મળી રહ્યા. છેલ્લા ઘણા સમયથી ઓક્સિજનની અછતના કારણે લોકો મરી રહ્યા છે. ત્યારે આજે વધારે એક આવી દુઘટના બની છે. જમાં 24 લોકોના જીવ ગયા છે. 

ઘટના કર્ણાટકની છે, કર્ણાટકના ચામરાજનગરમાં ઓક્સિજનની અછત અછતના પગલે 24 લોકોના મોત થયા છે. આ ઘટના ગઇકાલ મધ્યરાત્રિની છે, જ્યારે ચામરાજનગરની હોસ્પિટલમાં ઓક્સિજનની અછતના કારણે 24 લોકોના મોત થયા છે. આ દુર્ઘટના બાદ મૈસુરથી ચામરાજનગર માટે 250 ગેસના સિલિન્ડર મોકલાવામાં આવ્યા છે. 

ચામરાજનગરના આ હોસ્પિટલને બેલ્લારીના ઓક્સિજન પ્લાન્ટમાંથી ઓક્સિજન મળવાનો હતો, પરંતુ ઓક્સિજન આવવામાં મોડું થતા આ મોટી દુર્ઘટના બની છે. જાણવા મળી વિગત પ્રમાણે જે લોકોના મોત થયા છે, તેમાંથી મોટાભાગના લોકો વેન્ટિલેટર પર હતા. ઓક્સિજન સપ્લાઇ બંધ થઇ જતા આ લોકો તડપી તડપીને મોત થયા છે. પોતાના સ્વજનોને નજર સામે તડપી તડપીને મરતા જોતા પરિજનોએ આક્રંદ કર્યુ.

આ પહેલા કાલાબુર્ગીના કૈબીએન હોસેપિટલમાં ઓક્સિજનની અછતના કારણે ચાર લોકોના મોત થયા હતા. આ જ દિવસે લાઇટ કપાઇ જવાના યદગિર સરકારી હોસ્પિટલમાં વેન્ટીલેટર પર રહેલા એક દર્દીનું મોત થયું હતું. છેલ્લા એક અછવાડિયામાં કર્ણાટકના અનેક હોસ્પિટલોમાં ઘણા લોકોના મોત ઓક્સિજનની અછતના કારણે થયા છે.