×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કોરોનાનો કહેર યથાવત : 21 કલાકમાં 3.50 લાખ કરતા વધુ કેસ નોંધયા, 3071 લોકના મોત

નવી દિલ્હી, તા. 3 મે 2021, સોમવાર

દેશમાં કોરોના વાયરસે જે કાળો કહેર મચાવ્યો છે તે અટકવાનું નામ નથી લઇ રહ્યો. અત્યારે સ્થિતિ એવી છે કે છએલ્લા 12 દિવસોથી દરરોજ દેશમાં કોરોનાના 3 લાખ કરતા વધારે નવા કેસ સામે આવી રહ્યા છે. જ્યારે એક દિવસ તો આ નવા કેસનો આંકડો ચાર લાખને પાર પહોંચ્યો હતો. કોરોનાના વધી રહેલા કેસ વચ્ચે રવિવારે થોડી રાહત મળી છે. છેલ્લા 24 કલાકની અંદર કોરોના વાયરસના 3 લાથ 50 હજાર 598 નવા કેસ નોંધાયા છે. જ્યારે આ દરમિયાન 3071 લોકોના મોત થયા છે.

કોરોના સેથે જોડાયેલા જે આંકડા સામે આવ્યા છે, તે પ્રમાણે છેલ્લા 24 કલાકની અંદર 2,79,822 દર્દીઓ કોરોનાથી સાજા થઇને પોતાના ઘરે ગયા છે. નવા કેસ સામે આવ્યા બાદ હવે દેશમાં કોરોના વાયરસના કુલ કેસોની સંખ્યા 2 કરોડ નજીક પહોંચી છે. દેશના 12 રાજ્યોની અંદર કોરોનાની સ્થિતિ ઘણી ગંભીર છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે 150 જિલ્લામાં સંક્રમણનો દર 15 ટકા કરતા પણ વધારે છએ, જ્યારે 250 જિલ્લાની અંદર સંક્રમણનો દર 10થી 15 ટકા વચ્ચે છે.

દેશમાં કોરોના વાયરસથી સૌથી વધારે પ્રભાવિત રાજ્ય મહારાષ્ટ્ર છે. મહારાષ્ટ્રમાં રવિવારે કોરોના વાયરસના 55,647 નવા કેસ સામે આવ્યા છે. તો 669 લોકોના મોત થયા છે. સ્વાસ્થ્ય વિભાગના જણવ્યા પ્રમાણે જેની સાથે મહારાષ્ટ્રમાં કુલ કેસના સંખ્યા 17 લાખને પાર પહોંચી છે. તો કુલ મૃત્યુઆંક 70,284 થયો છે. મહારાષ્ટ્રની અંદર છેલ્લા 24 કલાકની અંદર 51,356 લોકોએ કોરોનાને હરાવ્યો છે. અત્યારે રાજ્યમાં 6,68,353 એક્ટિવ કેસ છે.