×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ગઢ આલા પણ સિંહ ગેલા, નંદીગ્રામ સીટ પરથી મમતા બેનર્જની 1622 મતોથી હાર

કોલકાત્તા, 2 મે 2021 રવિવાર

પશ્ચિમ બંગાળની ચુંટણી પરિણામો મમતા બેનર્જીની પાર્ટી તૃણમુલ કોંગ્રેસ માટે ઉત્સાહજનક છે, પરંતું મમતાની સીટ નંદીગ્રામ પર ખરા અર્થમાં "ખેલા" થઇ ગયો છે, મમતા બેનર્જીને તેમના જ જુના સાથી અને બિજેપી ઉમેદવાર સુવેન્દુ અધિકારીએ પરાજીત કર્યા છે, શરૂઆતની મતગણતરીમાં મમતા બેનર્જી આગળ નિકળતા જોવા મળ્યા પરંતું બાદમાં સુવેન્દુએ અંતે મમતાને 1622 મતથી હરાવ્યા, આ અંગે મમતાએ આરોપ લગાવ્યો કે ચુટણી પરિણામોની ઘોષણા બાદ હેરફેર થઇ છે, તે અંગે તેમણે કોર્ટમાં જવાનો નિર્ણય લીધો છે.

નંદીગ્રામના ચૂંટણી પરિણામો બહાર આવ્યા પછી, મમતા બેનર્જીએ મીડિયા સમક્ષ તેમની હાર સ્વીકારી. જ્યારે તેમને હાર અંગે સવાલો પૂછવામાં આવ્યા ત્યારે તેમણે કહ્યું- 'ભૂલી જાઓ નંદીગ્રામમાં શું થયું. નંદિગ્રામ વિશે ચિંતા કરશો નહીં. નંદીગ્રામની જનતાએ જે પણ આદેશ આપ્યો છે તે હું સ્વીકારું છું. મને વાંધો નથી મેં નંદિગ્રામમાં સંઘર્ષ કર્યો કારણ કે ત્યાં હું આંદોલન લડી. અમે 221 થી વધુ બેઠકો જીતી હતી અને ભાજપ ચૂંટણી હારી ગઈ છે.

મમતા અને સુવેન્દુ અધિકારીઓ વચ્ચેની લડાઈ કેટલી કટોકટની રહી, સુવેન્દુ 16 માં રાઉન્ડની મતગણતરીમાં મમતાથી માત્ર 6 મતોથી આગળ ચાલી રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે સુવેન્દુ અધિકારીએ ટીએમસી છોડ્યા બાદ મમતાએ તેમની પરંપરાગત નંદીગ્રામથી ચૂંટણી લડવા માટે ભવાનીપુર બેઠક છોડવાની જાહેરાત કરી હતી.