×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

Coronavirus: છેલ્લા24 કલાકમાં 12,798 કેસ-153 દર્દીનાં મોત, કુલ મૃત્યુઆંક 7508

અમદાવાદ, 2 મે 2021 રવિવાર, રવિવાર

ગુજરાતમાં છેલ્લા24 કલાકમાં કોરોનાના વધુ 12,978 નવા કેસ નોંધાયા છે જ્યારે અમદાવાદમાં27-વડોદરામાં 19 સહિત કુલ 153ના કોરોનાથી મૃત્યુ થયા છે. રાજ્યમાં23 એપ્રિલ બાદ નોંધાયેલા આ સૌથી ઓછા દૈનિક કેસ અને મરણાંક છે. હાલમાં 1,46,818 એક્ટિવ કેસ છે જ્યારે 722 દર્દી વેન્ટિલેટર પર છે. એક જ દિવસમાં વેન્ટિલેટર પરના દર્દીના આંકમાં 85નો વધારો થયો છે. સૌથી વધુ એક્ટિવ કેસ ધરાવતા રાજ્યોમાં મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન બાદ ગુજરાત છઠ્ઠા સ્થાને છે. 

ગુજરાતમાં કોરોનાના કુલ કેસનો આંક 5,94,602 છે જ્યારે કુલ મરણાંક 7508 છે. આમ, આવતીકાલે ગુજરાત એવું 11મું રાજ્ય બની શકે છે જ્યાં કોરોનાના કુલ કેસ 6 લાખથી વધુ નોંધાઇ ચૂક્યા છે. છેલ્લા24 કલાકમાં અમદાવાદ શહેરમાં 4683-ગ્રામ્યમાં 61 સાથે 4744 નવા કેસ સામે આવ્યા છે. અમદાવાદમાં કુલ કેસનો આંક હવે 1,76,011 છે. સુરત શહેરમાં 1494-ગ્રામ્યમાં 389 સાથે 1883, વડોદરા શહેરમાં 523-ગ્રામ્યમાં212 સાથે 735, રાજકોટ શહેરમાં 401-ગ્રામ્યમાં 127 સાથે 528 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાંથી અન્યત્ર જ્યાં છેલ્લા24 કલાકમાં કોરોનાના સૌથી વધુ કેસ નોંધાયા તેમાં 707 સાથે જામનગર, 658 સાથે ભાવનગર, 565 સાથે મહેસાણા, 315 સાથે ગાંધીનગર,293 સાથે જુનાગઢ,226 સાથે બનાસકાંઠા, 174 સાથે ખેડા, 173 સાથે પાટણ, 169 સાથે કચ્છ-મહીસાગર, 161 સાથે આણંદ, 142 સાથે સાબરકાંઠાનો મુખ્યત્વે સમાવેશ થાય છે. છેલ્લા24 કલાકમાં અમદાવાદમાંથી27, વડોદરામાંથી 19, રાજકોટમાંથી 15, સુરતમાંથી 13, ભાવનગરમાંથી 11 એમ રાજ્યભરમાંથી કુલ 153ના કોરોનાથી મૃત્યુ થયા છે. કોરોનાથી કુલ મરણાંક અમદાવાદમાં2967, સુરતમાં 1637, વડોદરામાં 542, રાજકોટમાં 496 છે. છેલ્લા24 કલાકમાં અમદાવાદમાંથી 3531, સુરતમાંથી2791, વડોદરામાંથી 550, રાજકોટમાંથી 702 એમ રાજ્યભરમાંથી 11,146 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. અત્યારસુધી કુલ 1,46,096 દર્દીઓ કોરોનાથી સાજા થઇ ચૂક્યા છે અને રીક્વરી રેટ 74.05% છે. છેલ્લા24 કલાકમાં વધુ 1,50,771 ટેસ્ટ સાથે કુલ ટેસ્ટનો આંક 1.81 કરોડ છે. રાજ્યમાં હાલ 4,36,285 વ્યક્તિ ક્વોરેન્ટાઇન હેઠળ છે. 

ગુજરાતના કયા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ કેસ-મૃત્યુ?

જિલ્લો કેસ      મૃત્યુ

અમદાવાદ 4,744     27

સુરત 1,883 13

રાજકોટ 528         15

વડોદરા 735         13

જામનગર 707         13

ભાવનગર 658         11

મહેસાણા 565         02

ગાંધીનગર315         00

જુનાગઢ 293   09

બનાસકાંઠા 226 00

ખેડા         174 00