×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

સોશિયલ મીડિયા પર મદદ માંગતા લોકો પર કાર્યવાહી થઇ તો તેને કોર્ટની અવમાનના ગણવામાં આવશે : સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હી, તા. 30 એપ્રિલ 2021, શુક્રવાર

દેશમાં કોરોના વારસી બીજી લહેરના કારણે હાહાકાર મચ્યો છે. આ સંકટ વચ્ચે શુક્રવારે સુપ્રીમ કોર્ટેમાં મહત્વની સુનવણી થઇ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કોરોના વાયરસ અંગે નેશનલ પ્લાન મંગ્યો છે. સાથે એક ચિંતા પણ વ્યક્ત કરી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે સોશિયલ મીડિયા પર જે લોકો પોતાની સમસ્યા બતાવી રહ્યા છે, તેમની સાથે ખરાબ વ્યવહાર ના થવો જોઇએ.

અદાલતમાં સુનવણી દરમિયાન જસ્ટિસ્ટ ચંદ્રચૂડે કહ્યું કે હું અહીં એક ગંભીર વિષય ઉઠાવવા માંગુ છું. જો કઇ પણ નાગરિક સોશિલ મીડિયા અથવા તો અન્ય કોઇ પ્લેટફોર્મ પર પોતાની મુશ્કેલી જાહેર કરે તો, તેનો ઓ અર્થ નથી કે તે ખોટા છે. કોઇ પણ પ્રકારની માહિતિને દબાવવી ના જોઇએ. 

સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરતા કહ્યું કે દરેક રાયને આ કડક સંદેશો પહોંચવો જોઇએ કે જો કોઇ નાગરિકે સોશિયલ મીડિયા પર મદદની અપીલ કર્યા બાદ તેના પર કોઇ એકશન લેવામાં આવી તો, તેને કોર્ટનની અવમાનના ગણવામાં આવશે. કોઇ પણ રાજ્ય કોઇ પ્રકારની માહિતિને દબાવી ના શકે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આપણે અત્યારે રાષ્ટ્રિય સંકટની સ્થિતિમાં છીએ. તેવામાં સામાન્ય લોકોની વાત સાંભળવી ખૂબ જરુરી છે.

ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે  ટિપ્પમઈ એવા સમયે કર છે જ્યારે કેન્દ્ર સરકાર પર રોપ લાગ્યો છે કે ફેસબૂક અને ટ્વિટર પર જે લોકો બેડની અને ઓક્સિજનની મદ માંગતી પોસ્ટ કરી રહ્યાછે તેને હટાવી રહી છે. આ સ્વાય ઉત્તર પ્રદેશમાં એક વ્યક્તિ પર અફવા ફેલાવાનો કેસ નોંધવામાં આવ્યો છે. આ યુવકે સોશિયલ મીડિયા પર ઓક્સિજન માટે મદદ માંગી હતી,જ્યારે તે દર્દી કોરોના પોઝિટલ નહોતો.