×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

જરૂરી દવાઓનું ઉત્પાદન અને વિતરણ સુનિશ્ચિત શા માટે નથી થઈ રહ્યુંઃ સુપ્રીમનો કેન્દ્રને સવાલ


- કેન્દ્ર પાસેથી ભારત બાયોટેક અને સીરમ ઈન્સ્ટિટ્યુટને આપવામાં આવેલા ફંડની વિગત માંગવામાં આવી

નવી દિલ્હી, તા. 30 એપ્રિલ, 2021, શુક્રવાર

કોરોના મામલે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે શુક્રવારે કેન્દ્ર સરકારનો ઉધડો લીધો હતો. કોર્ટે કેન્દ્રને જરૂરી દવાઓનું ઉત્પાદન અને વિતરણ સુનિશ્ચિત શા માટે નથી થઈ રહ્યું તેવો સવાલ કર્યો હતો. પોતાના સોગંદનામામાં કેન્દ્ર સરકારે જણાવ્યું કે, દર મહિને સરેરાશ 1 કરોડ 3 લાખ રેમડેસિવિરનું ઉત્પાદન કરવાની ક્ષમતા છે પરંતુ સરકારે માંગ અને સપ્લાયની જાણકારી નથી આપી.

સુપ્રીમ કોર્ટના કહેવા પ્રમાણે કેન્દ્રએ ફાળવણીની પદ્ધતિ પણ નથી દર્શાવી. કેન્દ્રએ ડોક્ટર્સને કહેવું જોઈએ કે, રેમડેસિવિર કે ફેવિફ્લુના બદલે દર્દીઓને અન્ય ઉપયુક્ત દવાઓ પણ જણાવે. મીડિયા રિપોર્ટ પ્રમાણે આરટીપીસીઆરમાં કોવિડના નવા સ્વરૂપને નથી ઓળખી શકાતો તેમાં પણ સંશોધનની જરૂર છે. 

સાથે જ કોર્ટે 18થી 45 વર્ષની ઉંમર ધરાવતા લોકોને વેક્સિન લગાડવાની યોજનાની માહિતી માંગી હતી. ઉપરાંત કેન્દ્ર પાસે એવું કોઈ ભંડોળ છે જેથી વેક્સિનની કિંમત સમાન રાખી શકાય તેવો સવાલ કર્યો હતો. ઉપરાંત કેન્દ્ર પાસેથી ભારત બાયોટેક અને સીરમ ઈન્સ્ટિટ્યુટને આપવામાં આવેલા ફંડની વિગત માંગવામાં આવી હતી.