પશ્વિમ બંગાળમાં દીદીની હેટ્રિક, ભાજપનો દેખાવ અભૂતપૂર્વ રહેશે : એક્ઝિટ પોલ
- પશ્વિમ બંગાળમાં હિંસા વચ્ચે આઠમા તબક્કામાં 76 ટકા મતદાન
- બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસને 152થી 164 બેઠકો મળવાનો અંદાજ, ભાજપને 109થી 121 બેઠકો મળે તેવી શક્યતા : આસામમાં ભાજપનો વિજય નક્કી
- કોલકાતામાં કાર સવારોએ બોમ્બ ફેંક્યા, ચૂંટણી પંચે રિપોર્ટ માગ્યો : બંગાળમાં ચૂંટણીના આઠેય તબક્કામાં હિંસા થઈ
નવી દિલ્હી : બંગાળની ચૂંટણીમાં આઠમા તબક્કાનું મતદાન પૂરું થયું તે સાથે જ એક્ઝિટ પોલ રજૂ થયા હતા. એક્ઝિટ પોલમાં દાવો થયો હતો કે પશ્વિમ બંગાળમાં મમતા દીદીની હેટ્રિક લાગશે, પરંતુ ભાજપ ઐતિહાસિક બેઠકો મેળવશે. આસામમાં ભાજપની સત્તા યથાવત રહેશે. તમિલનાડુમાં સત્તા પરિવર્તન થાય તેવી શક્યતા છે. કેરળમાં ડાબેરી સરકાર ફરીથી સત્તામાં આવશે.
પશ્વિમ બંગાળમાં આઠમા તબક્કાનું મતદાન થયું હતું. છેલ્લાં તબક્કામાં ૭૬ ટકા મતદાન થયું હતું. જોકે, મતદાન વચ્ચે હિંસા થઈ હતી. ઉત્તર કોલકાત્તામાં કાર સવારોએ બોમ્બ ફેંક્યા હતા. તે બાબતે ચૂંટણીપંચે અહેવાલ માગ્યો છે. પશ્વિમ બંગાળમાં આઠેય તબક્કામાં હિંસા થઈ હતી.
પશ્ચિમ બંગાળમાં ત્યારે ઉત્તર કોલકાતાના બિરભૂમ જિલ્લાના મહાજાતિ સદન વિસ્તારમાં બોમ્બ ફેંકવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે.
જાણવા મળ્યા મુજબ કારમાં સવાર કેટલાક લોકોએ આ ઘટનાને અંજામ આપ્યો હતો. જો કે તેના કારણે કોઈ નુકસાન થયું હોવાના સમાચાર સામે નથી આવ્યા.
આ અંગે જાણ થયા બાદ તે વિસ્તારમાં ભારે પોલીસ બળ તૈનાત કરી દેવામાં આવ્યું છે. ચૂંટણી પંચે આ ઘટનાને લઈ રિપોર્ટની માંગણી કરી છે. નોંધનીય છે કે, બંગાળમાં ચૂંટણીના દરેક તબક્કા દરમિયાન હિંસાની ઘટના નોંધાઈ છે.
આઠમા અને અંતિમ તબક્કાના મતદાનમાં ૪ જિલ્લાની કુલ ૩૫ વિધાનસભા બેઠકો પર મતદાન થયું હતું. આ તબક્કામાં માલદાની ૬, બીરભૂમની ૧૧, મુશદાબાદની ૧૧ અને કોલકાતા નોર્થની ૭ બેઠકો સામેલ થતી હતી.
પશ્વિમ બંગાળમાં દીદીનો વિજય
છેલ્લાં તબક્કાનું મતદાન પૂર્ણ થયું પછી તરત જ એક્ઝિટ પોલ રજૂ થયા હતા. પશ્વિમ બંગાળમાં દીદીની હેટ્રિક નક્કી મનાય છે. એક્ઝિટ પોલ પ્રમાણે દીદીના તૃણમૂલ કોંગ્રેસ પક્ષને ૧૫૨થી ૧૬૪ બેઠકો મળશે.
ભાજપનો રાજ્યમાં ઐતિહાસિક દેખાવ હશે. ભાજપની બેઠકોની સંખ્યા ૧૦૯થી ૧૨૧ સુધી હોય એવી શક્યતા વ્યક્ત થઈ રહી છે.
કોંગ્રેસ-ડાબેરીના ગઠબંધનને ૧૪થી ૨૫ બેઠકો મળશે. જોકે, અમુક એક્ઝિટ પોલમાં પશ્વિમ બંગાળમાં ભાજપને ૧૬૨થી ૧૮૫ બેઠકો મળતી હોવાનો દાવો થયો હતો, પરંતુ મોટાભાગના એક્ઝિટ પોલના કહેવા પ્રમાણે તૃણમૂલ કોંગ્રેસની સરકાર ત્રીજી વખત બનશે.
આસામમાં ભાજપની વાપસી
આસામમાં ભાજપ અને સાથીપક્ષો મળીને ફરીથી સરકાર બનાવશે, પરંતુ યુપીએ તેનાથી થોડીક જ ઓછી બેઠકો મેળવશે. યુપીએ ૫૩થી ૬૬ અને એનડીએ ૫૮થી ૭૧ બેઠકો મેળવે તેવી શક્યતા વ્યક્ત થઈ હતી.
તમિલનાડુમાં ડીએમકેને સત્તા મળશે
તમિલનાડુમાં સત્તા પરિવર્તન થશે એવા આસાર છે. એબીપી અને સી વોટરના સર્વેમાં તમિલનાડુની ૨૩૪ બેઠકોમાંથી કોંગ્રેસ-ડીએમકેનું ગઠબંધન પૂર્ણ બહુમતિ મેળવશે એવું કહેવાયું હતું. એઆઈડીએમકે અને સાથીપક્ષોને ૫૮થી ૭૦ બેઠકો મળશે. પરંતુ ડીએમકે અને સાથી પક્ષો ૧૬૦થી ૧૭૨ બેઠકો મેળવીને સત્તા પર આવશે.
કેરળમાં ડાબેરીઓનો કિલ્લો બચી જશે
કેરળમાં ડાબેરીપક્ષને ફરીથી સત્તા મળશે. ડાબેરીપક્ષોને ૭૧થી ૭૭ બેઠકો મળશે એવું એક્ઝિટ પોલમાં કહેવાયું હતું. ડાબેરી પક્ષોને રાજ્યમાં ૪૭ ટકા મતો મળ્યા હોવાનો દાવો સર્વેક્ષણોમાં થયો હતો. કેરળમાં ૧૪૦માંથી ડાબેરીપક્ષો ૧૦૪ બેઠકો મેળવી જશે એવી ધારણા પણ છે.
પુડુચેરીમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે સ્પર્ધા
પુડુચેરીમાં એનડીએ ૧૯થી ૨૩ બેઠકો મેળવીને સત્તા પર આવશે. યુપીએને ૬-૧૦ બેઠકો મળશે. જોકે, કેટલાક સર્વેક્ષણોમાં બંને વચ્ચે સ્પર્ધા થશે એવું પણ કહેવાયું હતું. ગત ચૂંટણીમાં કોંગ્રેસને ૩૦માંથી ૧૭ બેઠકો મળી હતી. આ ચૂંટણીમાં ભાજપને બહુમતી મળે તેવી શક્યતા છે.
કયા રાજ્યમાં કોને કેટલી બેઠકો મળશે?
૧
રાજ્ય
એજન્સી
તૃણમૂલ
ભાજપ
-
પ. બંગાળ
ટાઈમ્સ નાઉ સી
વોટર
૧૬૨-૧૮૫
૧૦૪-૧૨૧
-
-
એબીપી-સીવોટર
૧૫૨-૧૬૪
૧૦૯-૧૨૧
-
-
રિપબ્લિક-સીએનએક્સ
૧૨૮-૧૩૮
૧૩૮-૧૪૮
-
-
ઇન્ડિયા ટૂ
ડે - એક્સિસ
૧૩૦-૧૫૬
૧૩૪-૧૬૦
૨
રાજ્ય
એજન્સી
કોંગ્રેસ
ભાજપ
-
આસામ
ઈન્ડિયા ટૂડે
૪૦-૫૦
૭૫-૮૫
-
-
ચાણક્ય
૪૭-૬૫
૬૧-૭૯
-
-
રિપબ્લિક-સીએનએક્સ
૪૦-૫૦
૭૪-૮૪
૩
રાજ્ય
એજન્સી
ડીએમકે
એઆઈએડીએમકે
-
તમિલનાડુ
એબીપી-સીવોટર
૧૬૦-૧૭૨
૫૮-૭૦
-
-
સીએનએક્સ
૧૬૦-૧૭૦
૫૮-૬૮
-
-
ચાણક્ય
૧૬૪-૧૮૬
૪૬-૬૮
૪
રાજ્ય
એજન્સી
ડાબેરી
કોંગ્રેસ
-
કેરળ
એક્સિસ માય
ઈન્ડિયા
૧૦૪
૨૦-૩૬
-
-
એબીપી-સીવોટર
૭૧-૭૭
૬૨-૬૮
૫
રાજ્ય
એજન્સી
કોંગ્રેસ
ભાજપ
-
પુડુચેરી
એબીપી સી વોટર
૬-૧૦
૧૯-૨૩
- પશ્વિમ બંગાળમાં હિંસા વચ્ચે આઠમા તબક્કામાં 76 ટકા મતદાન
- બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસને 152થી 164 બેઠકો મળવાનો અંદાજ, ભાજપને 109થી 121 બેઠકો મળે તેવી શક્યતા : આસામમાં ભાજપનો વિજય નક્કી
- કોલકાતામાં કાર સવારોએ બોમ્બ ફેંક્યા, ચૂંટણી પંચે રિપોર્ટ માગ્યો : બંગાળમાં ચૂંટણીના આઠેય તબક્કામાં હિંસા થઈ
નવી દિલ્હી : બંગાળની ચૂંટણીમાં આઠમા તબક્કાનું મતદાન પૂરું થયું તે સાથે જ એક્ઝિટ પોલ રજૂ થયા હતા. એક્ઝિટ પોલમાં દાવો થયો હતો કે પશ્વિમ બંગાળમાં મમતા દીદીની હેટ્રિક લાગશે, પરંતુ ભાજપ ઐતિહાસિક બેઠકો મેળવશે. આસામમાં ભાજપની સત્તા યથાવત રહેશે. તમિલનાડુમાં સત્તા પરિવર્તન થાય તેવી શક્યતા છે. કેરળમાં ડાબેરી સરકાર ફરીથી સત્તામાં આવશે.
પશ્વિમ બંગાળમાં આઠમા તબક્કાનું મતદાન થયું હતું. છેલ્લાં તબક્કામાં ૭૬ ટકા મતદાન થયું હતું. જોકે, મતદાન વચ્ચે હિંસા થઈ હતી. ઉત્તર કોલકાત્તામાં કાર સવારોએ બોમ્બ ફેંક્યા હતા. તે બાબતે ચૂંટણીપંચે અહેવાલ માગ્યો છે. પશ્વિમ બંગાળમાં આઠેય તબક્કામાં હિંસા થઈ હતી.
પશ્ચિમ બંગાળમાં ત્યારે ઉત્તર કોલકાતાના બિરભૂમ જિલ્લાના મહાજાતિ સદન વિસ્તારમાં બોમ્બ ફેંકવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે.
જાણવા મળ્યા મુજબ કારમાં સવાર કેટલાક લોકોએ આ ઘટનાને અંજામ આપ્યો હતો. જો કે તેના કારણે કોઈ નુકસાન થયું હોવાના સમાચાર સામે નથી આવ્યા.
આ અંગે જાણ થયા બાદ તે વિસ્તારમાં ભારે પોલીસ બળ તૈનાત કરી દેવામાં આવ્યું છે. ચૂંટણી પંચે આ ઘટનાને લઈ રિપોર્ટની માંગણી કરી છે. નોંધનીય છે કે, બંગાળમાં ચૂંટણીના દરેક તબક્કા દરમિયાન હિંસાની ઘટના નોંધાઈ છે.
આઠમા અને અંતિમ તબક્કાના મતદાનમાં ૪ જિલ્લાની કુલ ૩૫ વિધાનસભા બેઠકો પર મતદાન થયું હતું. આ તબક્કામાં માલદાની ૬, બીરભૂમની ૧૧, મુશદાબાદની ૧૧ અને કોલકાતા નોર્થની ૭ બેઠકો સામેલ થતી હતી.
પશ્વિમ બંગાળમાં દીદીનો વિજય
છેલ્લાં તબક્કાનું મતદાન પૂર્ણ થયું પછી તરત જ એક્ઝિટ પોલ રજૂ થયા હતા. પશ્વિમ બંગાળમાં દીદીની હેટ્રિક નક્કી મનાય છે. એક્ઝિટ પોલ પ્રમાણે દીદીના તૃણમૂલ કોંગ્રેસ પક્ષને ૧૫૨થી ૧૬૪ બેઠકો મળશે.
ભાજપનો રાજ્યમાં ઐતિહાસિક દેખાવ હશે. ભાજપની બેઠકોની સંખ્યા ૧૦૯થી ૧૨૧ સુધી હોય એવી શક્યતા વ્યક્ત થઈ રહી છે.
કોંગ્રેસ-ડાબેરીના ગઠબંધનને ૧૪થી ૨૫ બેઠકો મળશે. જોકે, અમુક એક્ઝિટ પોલમાં પશ્વિમ બંગાળમાં ભાજપને ૧૬૨થી ૧૮૫ બેઠકો મળતી હોવાનો દાવો થયો હતો, પરંતુ મોટાભાગના એક્ઝિટ પોલના કહેવા પ્રમાણે તૃણમૂલ કોંગ્રેસની સરકાર ત્રીજી વખત બનશે.
આસામમાં ભાજપની વાપસી
આસામમાં ભાજપ અને સાથીપક્ષો મળીને ફરીથી સરકાર બનાવશે, પરંતુ યુપીએ તેનાથી થોડીક જ ઓછી બેઠકો મેળવશે. યુપીએ ૫૩થી ૬૬ અને એનડીએ ૫૮થી ૭૧ બેઠકો મેળવે તેવી શક્યતા વ્યક્ત થઈ હતી.
તમિલનાડુમાં ડીએમકેને સત્તા મળશે
તમિલનાડુમાં સત્તા પરિવર્તન થશે એવા આસાર છે. એબીપી અને સી વોટરના સર્વેમાં તમિલનાડુની ૨૩૪ બેઠકોમાંથી કોંગ્રેસ-ડીએમકેનું ગઠબંધન પૂર્ણ બહુમતિ મેળવશે એવું કહેવાયું હતું. એઆઈડીએમકે અને સાથીપક્ષોને ૫૮થી ૭૦ બેઠકો મળશે. પરંતુ ડીએમકે અને સાથી પક્ષો ૧૬૦થી ૧૭૨ બેઠકો મેળવીને સત્તા પર આવશે.
કેરળમાં ડાબેરીઓનો કિલ્લો બચી જશે
કેરળમાં ડાબેરીપક્ષને ફરીથી સત્તા મળશે. ડાબેરીપક્ષોને ૭૧થી ૭૭ બેઠકો મળશે એવું એક્ઝિટ પોલમાં કહેવાયું હતું. ડાબેરી પક્ષોને રાજ્યમાં ૪૭ ટકા મતો મળ્યા હોવાનો દાવો સર્વેક્ષણોમાં થયો હતો. કેરળમાં ૧૪૦માંથી ડાબેરીપક્ષો ૧૦૪ બેઠકો મેળવી જશે એવી ધારણા પણ છે.
પુડુચેરીમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે સ્પર્ધા
પુડુચેરીમાં એનડીએ ૧૯થી ૨૩ બેઠકો મેળવીને સત્તા પર આવશે. યુપીએને ૬-૧૦ બેઠકો મળશે. જોકે, કેટલાક સર્વેક્ષણોમાં બંને વચ્ચે સ્પર્ધા થશે એવું પણ કહેવાયું હતું. ગત ચૂંટણીમાં કોંગ્રેસને ૩૦માંથી ૧૭ બેઠકો મળી હતી. આ ચૂંટણીમાં ભાજપને બહુમતી મળે તેવી શક્યતા છે.
કયા રાજ્યમાં કોને કેટલી બેઠકો મળશે?
૧ |
રાજ્ય |
એજન્સી |
તૃણમૂલ |
ભાજપ |
- |
પ. બંગાળ |
ટાઈમ્સ નાઉ સી વોટર |
૧૬૨-૧૮૫ |
૧૦૪-૧૨૧ |
- |
- |
એબીપી-સીવોટર |
૧૫૨-૧૬૪ |
૧૦૯-૧૨૧ |
- |
- |
રિપબ્લિક-સીએનએક્સ |
૧૨૮-૧૩૮ |
૧૩૮-૧૪૮ |
- |
- |
ઇન્ડિયા ટૂ ડે - એક્સિસ |
૧૩૦-૧૫૬ |
૧૩૪-૧૬૦ |
૨ |
રાજ્ય |
એજન્સી |
કોંગ્રેસ |
ભાજપ |
- |
આસામ |
ઈન્ડિયા ટૂડે |
૪૦-૫૦ |
૭૫-૮૫ |
- |
- |
ચાણક્ય |
૪૭-૬૫ |
૬૧-૭૯ |
- |
- |
રિપબ્લિક-સીએનએક્સ |
૪૦-૫૦ |
૭૪-૮૪ |
૩ |
રાજ્ય |
એજન્સી |
ડીએમકે |
એઆઈએડીએમકે |
- |
તમિલનાડુ |
એબીપી-સીવોટર |
૧૬૦-૧૭૨ |
૫૮-૭૦ |
- |
- |
સીએનએક્સ |
૧૬૦-૧૭૦ |
૫૮-૬૮ |
- |
- |
ચાણક્ય |
૧૬૪-૧૮૬ |
૪૬-૬૮ |
૪ |
રાજ્ય |
એજન્સી |
ડાબેરી |
કોંગ્રેસ |
- |
કેરળ |
એક્સિસ માય ઈન્ડિયા |
૧૦૪ |
૨૦-૩૬ |
- |
- |
એબીપી-સીવોટર |
૭૧-૭૭ |
૬૨-૬૮ |
૫ |
રાજ્ય |
એજન્સી |
કોંગ્રેસ |
ભાજપ |
- |
પુડુચેરી |
એબીપી સી વોટર |
૬-૧૦ |
૧૯-૨૩ |