×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

દિલ્હીની સ્થિતિને લઈ AAPમાં અસંતોષ, અવ્યવસ્થા ફેલાઈ રહી છે, રાષ્ટ્રપતિ શાસન લગાવો- ધારાસભ્યની માંગ


- દિલ્હીમાં ઓક્સિજનની તંગીને લઈ પહેલેથી જ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે તકરાર ચાલુ

નવી દિલ્હી, તા. 30 એપ્રિલ, 2021, શુક્રવાર

કોરોનાના કારણે રાજધાની દિલ્હીની સ્થિતિ દરરોજ બદતર બની રહી છે. આ બધા સંકટ વચ્ચે સત્તાધારી પક્ષ આમ આદમી પાર્ટીમાં જ અસંતોષનો અવાજ પ્રબળ બન્યો છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય શોએબ ઈકબાલે રાજધાનીમાં રાષ્ટ્રપતિ શાસન લાગવું જોઈએ તેવી માંગણી કરી હતી. 

દિલ્હીના મટિયામહલના ધારાસભ્ય શોએબ ઈકબાલે કોરોનાના કારણે દિલ્હીમાં સર્જાયેલી વર્તમાન પરિસ્થિતિને લઈ આ પ્રકારની માંગણી કરી હતી. એટલું જ નહીં, તેમણે હાઈકોર્ટને વિનંતી કરી હતી કે, દિલ્હીમાં ફેલાઈ રહેલી અવ્યવસ્થાને ધ્યાનમાં રાખીને હવે ત્યાં રાષ્ટ્રપતિશાસન લાગી જવું જોઈએ. 

ધારાસભ્યએ ફરિયાદ કરી હતી કે, દિલ્હીમાં દર્દીઓને દવા પણ નથી મળતી અને હોસ્પિટલ પણ નથી મળતી. આ સંજોગોમાં લોકોની કોઈ સુનાવણી નથી થઈ રહી. ઉલ્લેખનીય છે કે, કોરોનાના કારણે હાલ દિલ્હીમાં ખૂબ જ ભયંકર સ્થિતિ નિર્માણ પામી છે. ઓક્સિજનની તંગીને લઈ પહેલેથી જ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે તકરાર ચાલી રહી છે. પરંતુ હવે તો આ મહાસંકટને લઈ રાજ્ય સરકારના પોતાના સદસ્યએ જ સવાલ કરી દીધો છે.