×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

વડાપ્રધાન મોદીએ પુતિન સાથે વાત કરી, 1 મેથી રશિયન વેક્સિન સ્પૂતનિક પણ રસીકરણનો ભાગ બનશે

નવી દિલ્હી, તા. 28 એપ્રિલ 2021, બુધવાર

દેશમાં કોરોનાના કહેર વચ્ચે તમામ લોકોને પહેલી માની રાહ છે, કારણ કે આ દિવસથી દેશમાં તમામ પુખ્ત લોકોનુ રસીકરમ શરુ થા જઇ રહ્યું છે. અત્યારે આપણી પાસે આ મહામારી સામે લડવા માટે કોરોના રસીનું જ શસ્ર છે. આ બધા વચ્ચે એક સારા સમાચાર આવી રહ્યા છે કે આજે રશિયાના બે વિમાનો દિલ્હી પહોંચવાના છે. આ બંને વિમાનો રશિયાના સ્વાસ્ત્ય વિભાગ દ્વારા ભારતની મદદ માટે મકલવામાં આવ્યા છે.

અત્યાર સુધી ભારતમાં કોવીશિલ્ડ અને કોવેક્સિન એમ બે રસી વડે રસીકરણ થઇ રહ્યું હતું. ત્યારે હવે પહેલી મેથી રશિયન વેક્સિન સ્પૂતનિક પણ રસીકરણ અભિયાનમાં સામેલ થશે. આજે રશિયાના રાષ્ટ્રપતિ પુતિન અને ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે ટેલિફોનિક વાતચીત થઇ છે. જેની માહિતિ નરેન્દ્ર મોદીએ ટ્વિટ વડે આપી છે.  

વડાપ્રધાને કહ્યું કે આજે મારા મિત્ર પુતિન સાથે એક ઉત્કૃષ્ઠ વાતચીત થઇ. અમે કોવિડ-19 પર ચર્ચા કરી અને મેં મહામારી સામેની લડાઇમાં રશિયા દ્વારા ભારતને મદદ અને સમર્થન માટે તેમનો આભઆર માન્યો છે. તેમણ પોતાના આગળવા ટ્વિટમાં કહ્યું કે અમે વિવિધ દ્વિપક્ષીય સહયોગની પમ સમીક્ષા કરી, ખાસ કરીને અંતરીક્ષ સંશોધન અને રિન્યુએબલ ઉર્જાના ક્ષેત્રમાં. જેમાં હાઇડ્રોજન ઇકોનોમી પણ સામેલ છે. સ્પૂતનિક વી પર આપણો સહયોગ મહામારી સામે લડવામાં માનવતાની મદદ કરશે. 

વડાપ્રધાને ત્રીજા ટ્વિટમાં કહ્યું કે અમારી મજબૂત રણનીતિક ભગીદારી અને ગતિ આપવા માટે રાષ્ટ્રપતિ અને અંરા વિદેશમંત્રી અને રક્ષામંત્રી વચ્ચે 2 પ્લસ 2 મંત્રીસ્તરીય સંવાદ સ્થાપિત કરવા પર સહમત થયા છીએ.