×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

રાજ્યના શિક્ષણ વિભાગે ઉનાળુ વેકેશનની તારીખો જાહેર કરી, સાથે શૈક્ષણિક સ્ટાફ માટે આ આદેશ કર્યો

અમદાવાદ, તા. 28 એપ્રિલ 2021, બુધવાર

કોરોના વાયરસ મહામારીના કારણે ગયા વર્ષે માર્ચ મહિનાથી જ શિક્ષણને ગ્હણ લાગ્યું છે. જે અત્યારે પણ શરુ છે. ગયા વર્ષે લોકડાઉનમાં બંધ થયેલી શાળા અને કોલેજો 10 મહિના બાદ ખુલી હતી, પરંતુ કોરોનાની બીજી લહેરના કારણે ફરી તેને બધ કરવાની ફરજ પડી હતી. જે હજુ સુધી બંધ છે અને અત્યારે ઓનલાઇન શિક્ષણ ચાલી રહ્યું છે. આ બધા વચ્ચે રાજ્યના શિક્ષણ વિભઆગ દ્વારા આજે મહત્વનો નિર્ણ લેવામાં આવ્યો છે. શિક્ષણ વિભાગે આજે ઉનાળું વેકેશન માટેની તારીખો અને અન્ય આદેશ જાહેર કર્યા છે.

શિક્ષણ વિભાગ દ્વારા ગયા વર્ષે તા. 04-2-20 અને 24-3-20ના ઠરાવ પ્રમાણે રાજ્યની તમામ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં નવું શૈક્ષણિક વર્ષ એપ્રિલ માસથી શરુ કરવાનો નિર્ણય કરાયો હતો. ત્યારે આજે શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે કોરોના મહામારીના વર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખીને હવે નવું શૈક્ષણિક વર્ષ પહેલા મુજબ ઉનાળુ વેકેશ બાદ જ શરુ થશે. આ સાથે જ શિક્ષણ વિભઆગે ઉનાળું વેકેશનની તારીખો પણ જાહેર કરી છે.

ચાલુ શૈક્ષણિક વર્ષ એટલે કે 2020-21માં શાળાઓમાં ઉનાળું વેકેશન તારીખ 3/5/2021 થી 6/6/2021 સુધી રહેશે. આ સિવાય શિક્ષણ વિભાગે કહ્યું છે કે કોરોના મહામારીને પહોંચી વળવા રાજ્ય સરકાર અથવા સ્થાનિક તંત્ર દ્વારા રાજ્યની સરકારી અને ખાનગી, પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓના શૈક્ષણિક તેમજ બિન શૈક્ષણિક કર્મચારીઓ/અધિકારીઓ પૈકી જે કર્મચારી/અધિકારીઓને કોઇ પણ કામગીરી સોંપવામાં આવેલી ન હોય તેઓએ શાળાએ આવવાનું રહેશે નહીં. પરંતુ કામગીરી સોંપવામાં આવે તો તેઓએ તંત્ર દ્વારા આપવામાં આવતી તમામ સૂચનાઓનું પાલન કરવાનું રહેશે.

આ સિવાય જણાવ્યું કે, ખાનગી શાળાઓના શૈક્ષણિક તથા બિન શૈક્ષણિક કર્મચારીઓને શાળાએ જવામાંથી મુક્તિ આપવામાં આવે છે. સાથે જ શિક્ષણ વિભાગ દ્વારા તા. 21-9-19ના રોજ પસાર કરવામાં આવેલા ઠરાવનો અમલ પણ આ વર્ષે થશે નહીં. આ જાહેરનામોનો અમલ વતા વર્ષેથી કરવાની સૂચના આપવામાં આવી છે.