×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

લોકોને બે હાથ જોડીને વિનંતી છે કે કામ વગર બહાર ના નિકળો : વિજય રુપાણીનું સંબોધન

અમદાવાદ, તા. 27 એપ્રિલ 2021, મંગળવાર

રાજ્યમાં સતત વધી રહેલા કોરોના કેસ અને બગડતી સ્થિતિને કારણે હાઇકોર્ટે સતત સરકારને ફટકારી રહી છે. સરકાર પણ કોરોનાને રોકવા માટે વિવિધ નિર્ણયો રહી છે. આ બધા વચ્ચે રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણીએ પ્રજાને સંબોધન કર્યુ છે. જેમાં મુખ્યમંત્રીએ બે હાથ જોડીને લોકોને વિનંતી કરી છે કે કારણ વગર બહાર ના નિકળો. વિજય રુપાણીએ સોશિયલ મીડિયાના માધ્યમથી આ સંબોધન કર્યુ છે. 

મુખ્યમંત્રીએ સંબોધનની શરુઆતમાં કહ્યું કે હું જાણું છું કે આજે સમગ્ર દેશ અને ગુજરાત ગંભીર સ્થિતિમાંથી પસાર થઇ રહ્યું છે. આપણે આજે ઘણા મોટા પડકારોનો સામનો કરી રહ્યા છીએ. કોરોનાના કેસમાં થયેલા વધારાએ આપણી ચિંતામાં પણ વધારો કર્યો છે. હું જાણું છુ કે મહામારીના કારણે ઘણા લોકોએ પોતાનું ઘણું બધું ગુમાવ્યું છે. કેટલાક લોકોએ પોતાના પરિજનો ગુમાવ્યા. કેટલાક ડોક્ટરો અને મેડિકલ સ્ટાફે પણ દર્દીઓની સેવા કરતા જીવ ગુમાવ્યા છે. તેમના પરિવારની વેદનાઓને હું સમજી શકું છું. 

થોડા દિવસ સ્થિતિ એકદમ અલગ હતી, લગભગ આપણે કોરોના સામે જીતી ગયા હોય તેવી પરિસ્થિતિ હતી પરંતુ અચાનક સ્થિતિ વિકટ બની અને બીજી લહેર ઘાતક બની. દરરોજ 14 હજારની આસપાસ કેસ આવ્યા. આ પરિસ્થિને સુધારવા સરકાર, અધિકારીઓ, ડોક્ટર, પેરામેડિકલ સ્ટાફ, સ્વૈચ્છિક સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ દિવસ રાત જોયા વગર કામ કરી રહી છે. 

વિજય રૂપાણીએ કહ્યું, એક મહિનામાં પાંચ લાખથી વધુ રેમડેસિવિર ઈન્જેક્શન ગુજરાતની જનતાને ઉપલબ્ધ કરાવ્યા છે. થોડીક અગવડતાઓ પણ સ્વાભાવિક આપણને દેખાઈ રહી છે. ક્યાંક બેડ મેળવવામાં, ક્યાંક ઓક્સિજનમાં તકલીફ દેખાય છે. મૃત્યુનું પ્રમાણ વધ્યું છે પણ ગભરાવાની જરૂર નથી. સરકારે અધિકારીઓને પાવર આપ્યા છે. આ યુદ્ધ છે, એમાં જે કરવું પડે એ પગલાં ભરવાની તૈયારી છે. હોસ્પિટલો કે બેડ વધારી ન હોત તો વધારે લોકો સાજા થઈને ઘરે ગયા ન હોત. 

15મી એપ્રિલે દાખલ થાય છે એ દર્દી એ 30મીએ સાજો થઈને ઘરે જાય છે. 2 લાખમાંથી 92 હજાર સાજા થઈને ઘરે ગયા છે. આ વખતે આપણી પાસે વેક્સિન જેવું શસ્ત્ર છે. કેન્દ્ર સરકારની ગાઈડલાઈનને અમે પણ અનુસર્યા છીએ. 29 શહેરોમાં કરફ્યું લાગું કર્યું છે. લોકો બીનજરૂરી બહાર ના નીકળે. મુખ્યમંત્રીએ કહ્યું કે શહેરોના લોકોને બે હાથ જોડીને વિનંતી કરું છું, કે બિનજરૂરી બહાર ના નિકળે, લોકો પોતાના ઘરમાં જ રહે. આપણે આઠ દિવસમાં કોરોનાની ચેન તોડવા માંગીએ છીએ

ગામડાઓમાં પણ કોરોનાની સ્થિતિ ખરાબ છે. પોતાના ગામમાં તમામ લોકોએ સાવધાની રાખી છે. આવશ્યક ચીજ વસ્તુઓ સિવાય તમામ વસ્તુઓ હવે કરફ્યૂના સમયમાં બંધ રહેશે. 2 શહેરોમાં તમામ લોકો 8 દિવસ બંધ પાળે. કોરોનાનું સંક્રમણ કોઈપણ સંજોગોમાં તોડવાનું છે. ગામના લોકો પીએચસી સેન્ટર મારફતે ટેસ્ટિંગ કરાવે. કોરોના થયાની જાણ 8થી 10 દિવસે થાય છે.