×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ભારતને કોરોના સામે મદદ કરવા 40 અમેરિકન કંપનીઓના CEO આગળ આવ્યા


નવી દિલ્હી, તા. 27 એપ્રિલ 2021, મંગળવાર

કોરાના મહામારીના ભયાનક સંકટ સામે ઝઝૂમી રહેલા ભારતને મદદ કરવા માટે અમેરિકાની ટોચની 40 કંપનીઓ આગળ આવી છે. આ તમામ કંપનીઓના સીઈઓએ ભારતને મદદ કરવા માટે ગ્લોબલ ટાસ્ક ફોર્સની રચના કરી છે.

ભારતમાં એક તરફ કોરોના કારણે હજારો લોકો મરી રહ્યા છે ત્યારે ભારતના કોર્પોરેટ્સ ગ્રૂપ ઓક્સિજન પૂરો પાડવાથી માંડીને બીજી મદદ કરી રહ્યા છે તો અમેરિકાની કંપનીઓએ પણ ભારતને મદદ કરવા માટે રિસોર્સીસ એકઠા કરવા પહેલ કરી છે. 

આ માટે યુએસ ચેમ્બર્સ ઓફ કોમર્સની યુએસ-ઈન્ડિયા બિઝનેસ કાઉન્સિલ તેમજ યુએસ-ઈન્ડિયા સ્ટ્રેટેજિક એન્ડ પાર્ટનરશિપ ફોરમની એક બેઠક ગઈકાલે મળી હતી.તેમાં એક ટાસ્ક ફોર્સ બનાવાયો છે.આગામી કેટલાક સપ્તાહમાં ટાસ્ક ફોર્સ દ્વારા ભારતને 20000 ઓક્સિજન મશિન મોકલવામાં આવશે.

દુનિયામાં પહેલી વખત એવુ બન્યુ છે કે, કોઈ દેશને મદદ કરવા માટે આ પ્રકારનુ કોઈ ગ્રૂપ બનાવાયુ હોય.જેના પર પ્રત્યાઘાત આપતા અમેરિકાના વિદેશ મંત્રી ટોની બ્લિન્કને કહ્યુ હતું કે, ભારત અને અમેરિકા કોરોનાના સંકટ સામે લડવા માટે પોતાની વિશેષતાઓનો કેવી રીતે ઉપયોગ કરી શકે છે તેનુ આ એક ઉદાહરણ છે.

દરમિયાન ટાસ્ક ફોર્સનુ કહેવુ છે કે, ભારત માટે સૌથી વધારે જરુરી ઓક્સિજન અને તે માટેના કોન્સન્ટ્રેટર્સ છે. આગામી કેટલાક સપ્તાહોમાં 20,000 કોન્સ્નટ્રેટર્સ ભારત મોકલવામાં આવશે.આ સપ્તાહે જ 1,000 મશિનો તો પહોંચી રહી છે. બીજો મુદ્દો 10 લિટર અને 45 લિટરની ક્ષમતા ધરાવતા ઓક્સિજન સિલિન્ડર મોકલવાનો છે. જેના પર પણ કામ થઈ રહ્યુ છે.