×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

વડનગરની સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ ફેઇલ થતા કોરોનાના 8 દર્દીઓના મોત

અમદાવાદ, તા. 27 એપ્રિલ 2021, મંગળવાર

રાજ્યમાં અત્યારે કોરોના વાયરસના કારણે કપરી સ્થિતિનું નિર્માણ થયું છે. એક તરફ રાયની હોસ્પિટલો ફુલ છે અને બેડની અછત છે, તો બીજી તરફ ઓક્સિજનની પણ ભારે અછત છે. જેના કારણે દર્દીઓ અને તેમના પરિજનો આમથી તેમ ભટકી રહ્યા છે. ત્યારે રાજ્યમાં ઓક્સિજન ના મળવાના કારણે મોટી દુર્ઘટના બની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હોમટાઉન વડનગરમાં ઓક્સિજનનો પ્લાન્ટ ફેલ થતા 8 લોકોના મોત થયા છે.

અત્યાર સુધી દિલ્હી અને હરિયાણામાં આવી મોટી ઘટનાઓ બની હતી. જેમાં ઓક્સિજનની અછતના કારણે 20થી 25 લોકોના મોત થયા હતા. ત્યારે હવે ગુજરાતમાં પણ આવી ઘટના બની છે. વડનગરની આ હોસ્પિટલમાં 32 કોરોના વાયરસના દર્દીઓ દાખલ હતા. ત્યારે આ ઘટનાના કારણે હડપકંપ મચ્યો છે. ઉલ્લેખનીય છે કે રાજ્યની અનેક શહેરોની હોસ્પિટલો ઓક્સિજનની અછત અને દર્દીઓના જીવના જોખમની વાતો કરી રહ્યા છે. ત્યારે વડનગરમાં આ ઘટનાના કારણે ચિંતામાં વધારો થયો છે.

વડનગરની સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજનનો પ્લાન્ટ ખરાબ થઇ જતા ઓક્સિજન સપ્લાઇ અટકી હતી. જેના કારણે 8 દર્દીઓના મોત થતા દોડધામ મચી હતી. ઘટનાની જાણ થતા એસપી અને કલેક્ટર બંને વડનગર દોડી ગયા હતા. વડનગરમાં મહેસાણાના વિસનગર, વડનગર, ખેરાલું, વિજાપુર અને સતલાસણાના દર્દીઓને દાખલ કરાયા છે.

અહીં ઘણા દર્દીઓ સાજા થવાની તૈયારીમાં હતા ત્યાં ઘટેલી આ ઘટનાએ ભારે ચકચાક જગાવી છે. હાલમાં મહેસાણાનું વહીવટી તંત્ર વડનગર દોડ્યું છે. અહીથી દર્દીઓને હવે શિફ્ટ કરવાની કામગીરી ચાલી રહી છે. વડનગર એ મોદીનું હોમટાઉન છે. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને આરોગ્યમંત્રી નીતિન પટેલનો આ ગઢ ગણાય છે. અહીં ઘટેલી આ ઘટનાના પડઘા ગાંધીનગરથી લઇને દિલ્હી સુધી પડઘાવાની સંભાવના છે.