×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ગુજરાતી લોકસાહિત્યના ઘરેણા સમાન પદ્મશ્રી કવિ દાદનું નિધન, લાંબા સમયથી બિમાર હતા

અમદાવાદ, તા. 26 એપ્રિલ 2021, સોમવાર

આજે ગુજરાતી લોકસાહિત્યએ વધુ એક ઘરેણું ગુમાવ્યું છે. દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન એવા પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત ગુજરાતી કવિ દાદુદાન ગઢવી એટલે કે કવિ દાદનું આજે નિધન થયું છે. જેના કારણે ગુજરાતી સાહિત્યજગતને મોટી ખોટ પડી છે. કવિ દાદ લાંબા સમયથી બિમાર હતા. જેમણે આજે અંતિમ શઅવાસ લીધા છે. આ વર્ષે જ તેમને પદ્મશ્રીનું સન્માન પ્રાપ્ત થયું છે.

85 વર્ષની ઉંમરે તેમણે આ દુનિયાને અલવિદા કહ્યું છે. તેમની સૌથી લોકપ્રિય રચના છે, કાળજા કેરો કટકો મારો ગાંઠ્યથી છુટી ગયો. કવિ દાદે રચેલા કન્યા વિદાયના આ ગીત દરેક ગુજરાતીના મોઢે સાંભળવા મળશે. પદ્મ શ્રી એવોર્ડ પહેલા તેમને ઝવેરચંદ મેઘાણી એવોર્ડથી સન્માતિ કરાયા હતા. તેમની કવિતાઓ અને રચનાઓમાં માટીની મહેક અને લોકસાહિત્ય વણાયેલું હતું. તેઓ પોતાને ગિરનારા કવિ તરીકે ઓળખાવતા હતા.

તેઓ ચારણી પંરપરાના કવિ હતા. તેમની અન્ય લોકપ્રિય રચનાઓની વાત કરીએ તો ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું, હિરણ હલકાળી જોબનવાળી નદી રૂપાળી નખરાળી, કૈલાશ કે નિવાસી નમું બાર બાર હું, મોગલ આવે નવારાત રમવા, સિંહ વિશેના દુહાનો સમાવેશ થાય છે. તો કવિ દાદે 15થી વધુ ગુજરાતી ફિલ્મમાં યાદગાર ગીતો પણ આપ્યા છે.