×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

મોરબીમાં પણ ઓક્સિજન સંકટ : ભાજપ નેતાએ ઓક્સિજન માટે હાથ જોડ્યા, અનેક દર્દીઓના જીવ જોખમમાં

અમદાવાદ, તા. 26 એપ્રિલ 2021, સોમવાર

રાજ્યમાં કોરોના વાયરસના કહેર વચ્ચે હવે ઓક્સિજનની અછત શરુ થઇ છે. જેના કારણે લોકોને હેરાન થવાનો વારો આવ્યો છે. દર્દીના પરિજનો અને સંબંધીઓ ઓક્સિજન માટે આમથી તેમ દોડી રહ્યા છએ. સરકાર હોસ્પિટલોને ઓક્સિજન પુરો પાડી શકતી નથી અને દર્દીઓની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે. અમદાવાદ, સુરત, રાજકોટ બાદ હવે મોરબીમાં પણ ઓક્સિજનની અછત વર્તાઇ છે. 

મોરબીની તમામ હોસ્પિટલમાં ઓક્સિજનની અછત સર્જાઇ છે. મોરબીમાં કોઇ ઓક્સિજન પ્લાંટ નથી. પહેલા ક્ચ્છ અને રાજકોટથી ઓક્સિજન આવતો હતો, જે હવે બંધ થઇ ગયો છે. ત્યારે મોરબી ભાજપા નેતા અને પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમજતિયાએ એક વીડિયોના માધ્યમથી ઓક્સિજન માટે મદદ માંગી છે. વીડિયોની અંદર તેઓ હાથ જોડીને રાજ્યના મુખ્યમંત્રી, ધારાસભ્યો અને અધિકારીઓને ઓક્સિજન આપવા માટેની માંગ કરી રહ્યા છે.


કાંતિલાલ અમૃતિયા વીડોયમાં કહે છે કે અત્યારે મોરબીની તમામ હોસ્પિટલોમાં માત્ર એક દિવસનો જ ઓક્સિજન છે. આ અંગે મે અશ્વિની કુમાર, સાંસદ સહિતના લોકોને વાત કરી છે. સાંજ સુધીમાં જો ઓક્સિજન નહીં મળે તો અનેક દર્દીઓના જીવ જોખમમાં મૂકાઇ શકે છે. હું મુખ્યમંત્રી સાથે પણ ફોન પર વાત કરવાના પ્રયત્નો કરી રહ્યો છું. મારી હાથ જોડીને વિનંતી છે કે મોરબી જિલ્લાને ગમે તેમ કરીને તાત્કાલિક ઓક્સિજન આપવામાં આવે.