×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

Big Breaking: સુરત સિવિલમાં કોરોનાના ગંભીર દર્દીને દાખલ કરવાનું બંધ કરાયું


- અધિકારીઓ વચ્ચે હાલમાં ચાલી રહી છે બેઠક, થોડા સમય બાદ સત્તાવાર જાહેરાત કરાશે

સુરત, તા. 26 એપ્રિલ 2021, સોમવાર

સુરતમાં એક તરફ ઓક્સિજનની અછતની બૂમ પડી રહી છે ત્યારે બીજી તરફ આજે સુરતની સિવિલ હોસ્પિટલમાં કોરોનાના ગંભીર દર્દીને દાખલ કરવાનું બંધ કરાતા હડકંપ મચી ગયો છે.

સુરતની સિવિલ હોસ્પિટલમાં આજે સવારથી કોરોનાના ગંભીર દર્દીને દાખલ કરવાનું બંધ કરાતા હોબાળો મચી ગયો હતો. ગંભીર પ્રકારના દર્દી આવતા હતા તેને હાલમાં સારવાર માટે દાખલ નહીં થાય તેવું કહી દેવાયું હતું.

સુરત શહેરમાં ખાનગી હોસ્પિટલોમાં હાલ ગંભીર દર્દીઓને દાખલ કરવાની જગ્યા નથી જેને કારણે સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં ધસારો થઈ રહ્યો છે. પરંતુ આજે અચાનક જ સિવિલ હોસ્પિટલમાં પણ દર્દીઓને દાખલ કરવાની ના પાડી દેતા દર્દીના સગાની હાલત કફોડી થઈ રહી છે.

ગંભીર દર્દીઓના સગાઓ દરદીને લઇને ચિંતામાં જોવા મળી રહ્યા છે. હાલમાં સિવિલ હોસ્પિટલમાં અધિકારીઓની બેઠક થઈ રહી છે આ બેઠક બાદ સત્તાવાર જાહેરાત કરવામાં આવશે