×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

રાજસ્થાનમાં 18 વર્ષથી ઉપરના તમામ લોકોને ફ્રીમાં કોરોના વેક્સિન અપાશે : ગહેલોત સરકારનો નિર્ણય

જયપુર, તા. 25 એપ્રિલ 2021, રવિવાર

રાજસ્થાન સરકારે મોટો નિર્ણય કર્યો છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતે તમામ લકોને સરકાર વારા મફતમાં કોરોના વેક્સિન આપવાની જાહેરાત કરવામાં આવી છે. એટલે કે રાજસ્થાનના લોકને હવે પોતાના ખિસ્સામાંથી વેક્સિન માટે પૈસા નહીં આપવા પડે. મુક્યમંત્રી અશોક ગહેલોતે ટ્વિટ કરીને આ જાહેરાત કરી છે. તેમણે લખ્યું કે રાજસ્થાન સરકારે પ્રદેશના તમામ 18 વર્ષથી ઉપરના તમામ લોકોને લગભગ 3000 કરોડ રુપિયાના ખર્ચે ફ્રીમાં કોરના વેક્સિન આપવાનો નિર્ણય કર્યો છે.

સાથે જ તેમણે લખ્યું કે સારુ થાત જો કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોની માંગ પ્રમાણે 60 વર્ષ અને 45 વર્ષથી ઉપરના લોકોની માફક 18 વર્ષથી 45 વર્ષના લોકોના રસીકરણનો ખર્ચ પણ ઉઠાવ્યો હોત, તો રાજ્યનું બજેટ ખોરવાયું ના હોત. 

ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે 1 મેથી 18 વર્ષથી ઉપરના તમામ લોકોને કોરોના વેક્સિન આપવાની જાહેરાત કરી છે. પરંતુ આ વખતે આ રસીકરણ મફતમાં નથી. તેનો ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવશે અથવા તો લોકોએ આપવાનો રહેશે. જો કે આ પહેલા ઉત્તર પ્રદેશ અને ઝારખંડ સરકાર દ્વારા 18 વર્ષથી ઉપરના લોકોના ફ્રી રસીકરણની જાહેરાત કરવામાં આવી છે.

તો બીજી તરફ રાજસ્થાન સરકારના સ્વાસ્થ્ય મંત્રી રઘુ શર્માનું કહેવું છે કે ભારત સરકાર કહે છે કે પહેલી મેથી 18 વર્ષથી ઉપરના લકોને રસી આપવામાં આવશે. જ્યારે મે સીરમ ઇન્સ્ટિટ્યુટ સાથે વાત કરી તો અમને કહવામાં આવ્યું કે ભારત સરકારે જે પણ ઓર્ડર આપ્યો છે તેને પુરો કરવામાં 15 મે સુધીનો સમય લાગી શકે છે. તેઓ રાજસ્થાનને આ પહેલા રસી નહીં આપી શકે,