×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

દેશમાં ઓક્સિજન સંકટ વચ્ચે લખનઉ નજીક ઓક્સિજનના ટેંકરની લૂંટ, બોકારોથી મધ્ય પ્રદેશ જતું હતું

નવી દિલ્હી, તા. 25 એપ્રિલ 2021, રવિવાર

દેશ અત્યારે મેડિકલ કટોકટિમાંથઈ પસાર થઇ રહ્યો છે. કોરના મહામારીના કારણે દેશમાં હાહાકાર મચ્યો છો. અધુરામાં પુરુ અત્યારે દેશમાં ઓક્સિજન સંકટ ઉભું થયું છે. લોકો ઓક્સિજનની બોટલો લઇને રસ્તા પર ભટકી રહ્યા છે, તો બીજી તરફ ઓક્સિજનની અછતના કારણે હોસ્પિટલોમં દર્દીઓના મોત થઇ રહ્યા છે. આ બધા વચ્ચે ઓક્સિજનની લૂંટની ઘટના પણ બની રહી છે. આજે લખનઉ પાસે એક ઓક્સિજનના ટેંકરની લૂંટ થઇ છે.

ઓક્સિજન ટેંકર બોકારોથી મધ્ય પ્રદેશના સાગર જઇ રહ્યું હતું, પરતું રસ્તમાં જ અજાણ્યા લોકો દ્વારા તેને લૂંટવામાં આવ્યું છે. મળતી માહિતિ પ્રમાણે ઓક્સિજન ટેંકરના ડ્રાઇવરને (UP 78BT 5404) આ ટેંકરની સપ્લાઇ મધ્ય પ્રદેશના સાગર જિલ્લામાં આપવાની હતી. ત્યાં પહોંચે તે પહેલા જ આ ટેંકર ગાયબ થઇ ગયું છે. આ ટેંકરનું છેલ્લું લોકેશન લખનઉ હતું. ડ્રાઇવરે એક ઓડિયો મોકલ્યો છે, જેના આધારે તેનું છેલ્લું લોકેશન લખનઉ હોવાની જાણકારી મળી છે. 

આ અંગે પોલિસને જાણ કરતા તેમણે તપાસ હાથ ધરી છે. અત્યારે તો એવી આશંકાના આધારે જ તપાસ તઇ રહી છે કે આ ટેંકરને અજાણ્યા ઇસમ દ્વારા લૂંટી લેવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે દેશના અનેક રાજ્યમાં અત્યારે ઓક્સિજનની અછત છે, જેના કારણે ઓક્સિજનની કાળાબજારી થઇ રહી છે, તેવી ઘટના પણ સામ આવી રહી છે. ત્યારે આ ટેંકરની લૂંટ પણ તે તરફ ઇશારો કરે છે. 

આ બધા વચ્ચે સરકાર અત્યારે યુદ્ધના ધોરણે ઓક્સિજન સપ્લાઇનું કામ કરી રહી છે. રેલ, સડક અને હલાઇ માર્ગોથી આ પ્રયાસ શરુ છે. આ પહેલા પણ ઓક્સિજન ટેંકર લૂંટવાના સમાચાર આવ્યા હતા. જેના કારણે હવે ઓક્સિજનના ટેંકરોને પોલીસ રક્ષણ આપવામાં આવી રહ્યું છે.