×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કેન્દ્ર સરકારની જનતા વિરોધી નીતિઓ પણ કોરોના જેવુ જ મોટુ સંકટ છેઃ રાહુલ ગાંધી


નવી દિલ્હી, તા. 22 એપ્રિલ 2021, ગુરૂવાર

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી કોરોનાથી સંક્રમિત થયા હોવાથી હાલમાં હોમ ક્વોરેન્ટાઈનમાં છે. જોકે તેઓ હોમ ક્વોરેન્ટાઈનમાં પણ કેન્દ્ર સરકાર પર સોશિયલ મીડિયા થકી પ્રહાર કરી રહ્યા છે.

રાહુલ ગાંધીએ કહ્યુ છે કે, દેશમાં કોરોના વાયરસ જ એક સંકટ નથી. સરકારની જનતા વિરોધી નીતિઓ પણ એટલુ જ મોટુ સંકટ છે. હું ઘરે ક્વોરેન્ટાઈન છું અને સતત દુખદ સમાચારો આવી રહ્યા છે. ભારતમાં કેન્દ્ર સરકારની જનતા વિરોધી નીતિઓ પણ મોટી આફત સમાન છે. લોકોને ઉત્સવ અને ભાષણની જરુર નથી પણ સમસ્યાઓના સમાધાનની જરુર છે.

આ પહેલા પણ બુધવારે રાહુલ ગાંધીએ સરકાર પર આરોપ મુકતા કહ્યુ હતુ કે, ભારત પાસે કોરોના સામે લડવાની કોઈ રણનીતિ જ નથી. જ્યારે લોકો મરી રહ્યા હોય ત્યારે ભારત સરકાર ઓક્સિજન અને વેક્સીનની નિકાસ કરે તે પણ એક અપરાધ કરતા ઓછી વાત નથી. કેન્દ્ર સરકારની વેક્સીનની રણનીતિ નોટબંધીની યાદ અપાવે છે.

રાહુલ ગાંધી મંગળવારે કોરોનાથી સંક્રમિત થયા હતા. તેમણે પોતાના સંપર્કમાં આવેલા લોકોને પણ કોરોના ટેસ્ટ કરાવવા માટે અપીલ કરી હતી.