×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ખુશખબર : સ્વદેશી કોવેક્સિન દેશમાં કહર મચાવનાર કોરોનાના ડબલ મ્યુટેંટ વેરિએંટ સામે પણ પ્રભાવશાળી

નવી દિલ્હી, તા. 21 એપ્રિલ 2021, બુધવાર

ભારત બાયોટેક અને ICMR દ્વારા કોરોના વેક્સિન કોવેક્સિનના ત્રીજા તબક્કાની ટ્રાયલનો ડેટા જાહેર કરવામાં આવ્યો છે. જે પ્રમાણે  આ વેક્સિનનો ક્લિનિકલ પ્રભાવ 78% અને ગંભીર કોરોના રોગ સામે 100% પ્રભાવી છે. જો કે હજું કોવેક્સિનનો અંતિમ ડેટા જૂન મહિનામાં આવી શકે છે.

માત્ર આટલું જ નહીં પરંતુ ICMRના નવા સંશોધનમાં સામે આવ્યું છે કે ભારતમાં બનેલી સ્વદેશી કોરોના વેક્સિન કોવેક્સિન SARS-Cov-2 ના તમામ પ્રકારના વેરિએંટ સામે પ્રભાવી છે. ઉલ્લેખનીય છે કે ભારતમાં કોરોના વેક્સિનની બીજી લહેર પાછળ ડબલ મ્યુટેંટ સ્ટ્રેન કારણભૂત છે. ત્યારે કોવેક્સિન ડબલ મ્યુટેંટ સ્ટ્રેન સામે પણ પ્રભાવી છે.

ફેઝ-3ના ટ્રાયલમાં 18-98 વર્ષની વચ્ચેના 25000 લોકોને સામેલ કરવામાં આવ્યા હતા. જેમાં 60 વર્ષથી વધારે ઉંમરના 10 ટકા લોકો સામેલ છે. ટ્રાયલ દરમિયાન આ લોકોને 14 દિવસ બાદ વેક્સિનનો બીજો ડોઝ આપવામાં આવ્યો. નેશનલ ઇંસ્ટીટ્યુટ ઓફ વાયરોલોજીએ SARS-Cov-2 વાયરસના અનેક વેરિએંટસને સફળતાપૂર્વક અલગ કરવામાં આવ્યા છે. જેમાં બ્રાઝિલ વેરિએંટના B.1.1.28, યુકે વેરિએંટના B.1.1.7, સાઉથ આફ્રિકન વેરિએંટના B.1.351 સામેલ છે.

ભારત બાયોટેકના ચીફ કૃષ્ણા એલાએ કહ્યું કે કોવેક્સિન SARS-Cov-2 સામે સારી પ્રભાવશાળઈ સાબિત થઇ છે. ઇમરજન્સી ઉપયોગમાં કોવેક્સિને રેકોર્ડ પ્રદર્શન કર્યુ છે. વિશ્વસ્તરીય માપદંડોને પુરા કર્યા છે, અને અંતિમ ટ્રાયલનો ડેટા જાહેર કર્યો છે.