×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કોરોના અંગે દેશના ત્રણ મોટા ડોક્ટરોની પ્રેસ કોન્ફરન્સ, કહ્યું – રેમડેસિવિર રામબાણ ઇલાજ નથી

નવી દિલ્હી, તા. 21 એપ્રિલ 2021, બુધવાર

દેશમાં કોરોના વાયરસ મહામારી સતત વિકળાર સ્વરુપ ધારણ કરી રહી છે. લાખો લોકો જરરોજ આ બિમારીની ઝપેટમાં આવી રહ્યા છે. દરરોજ હજારો લોકોને આ બિમારી કાળના મુકમાં ધકેલી રહી છે. આ બધા વચ્ચે દેશના ત્રણ મોટા ડોક્ટરોએ કોરોના અંગે પ્રેસ કોન્ફરન્સ કરીને દેશના લોકોને સંબોધન કર્યુ હતું. જેમાં તેમણે લોકોને કોરોના વિશે માહિતિ અને તેમના સાવાલોના જવાબ આપવાનો પ્રયાસ કર્યો હતો. 

આ ત્રણ ડોક્ટરોમાં દિલ્હી એઇમ્સના ડાયરેક્ટર  ડો. રણદિપ ગુલેરિયા, નારાયણ હેલ્થના ચેરમેન ડો. દેવી શેટ્ટી અને મેદાંતા હોસેપિટલના ચેરમેન નરેશ ત્રેહન સામેલ છે. જે દરમિયાન મેદાંતાના ડો. નરેશ ત્રેહને જણાવ્યું કે રેમડેસિવિર એ રામબાણ નથી. તે માત્ર એવા લોકોમાં વાયરલ ઇન્ફેક્શન ઘટાડે છે, જેમને તેની જરુર છે.

ત્રણે ડોક્ટરોએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી આ પીસી કરી હતી. જે દરમિયાન ડો. ત્રેહને કહ્યું કે કોરોના વાયરસના લક્ષણો જોવા મળે તો તરત જ આઇસોલેટ થઇ જાવ. સાથે જ વિના વિલંબ સારવાર પણ શરુ કરવી જોઇએ. તેમણે કહ્યું કે રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તરત જ હોસ્પિટલ તરફ ના ભાગો. સામાન્ય લક્ષણો દેખાવા પર ક્વોરેન્ટાઇન સેન્ટર જઇ શકો છો. જો ઓક્સિજન લેવલમાં ઉતાર ચઢાવ થતો હોય તો હોસ્પિટલમાં દાખલ થાવ.

ડો. શેટ્ટીએ કહ્યું કે જો તમને કોરોનાના લક્ષ્ણો દેખાતા હોય તો ડરવાની જરુર નતી, તમે ડોક્ટર સાથે વાત કરો અને જલ્દી કોરોના ટેસ્ટ કરાવો. જો સ્થિતિ વધારે ગંભીર ના હોય તો ઘરે રહીને જ સારવાર કરો. તેમણે આગળ કહ્યું કે જો શરીરમાં ઓક્સિજન લેવલ 94 ટકા કરતા વધારે હોય તો ચિંતાની કોઇ વાત નથી, પરંતુ જો ઓક્સિજન લેવલ તેમાથી નીચે આવે છે તો તમારે ડોક્ટર પાસે જવાની જરુર પડે છે. 

ડો. શેટ્ટીએ કહ્યું કે જો તમારામાં કોઇ લક્ષ્ણો નહીં હોય તો ડોક્ટર તમને ઘરે રહેવાની સલાહ આપશે. ઉપરાંત દર 6 કલાકે ઓક્સિજન લેવલ ચેક કરવાનું પણ કહેશે. જો કોઇ વ્યક્તિમાં શરીરનો દુખાવો, શરદી, ઉધરસ, તાવ, ઉલ્ટી કે અપચા જેવા લક્ષણો દેખાય તો તેમણે ટેસ્ટ કરાવવો જોઇએ.