×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

દવાની દુકાનો પર કોરોના રસી નહીં મળે, સરકારે જણાવ્યું કે દેશમાં રસી લીધા બાદ કેટલા લોકોને કોરોના થયો

નવી દિલ્હી, તા. 21 એપ્રિલ 2021, બુધવાર

દેશમાં કોરોના વાયરસ રોકેટ ગતિથી ફેલાઇ રહ્યો છે. સામે રસીકરણ અભિયાન પણ યુદ્ધના ધોરણે ચાલી રહસ્યું છે. આ બધા વચ્ચે સ્વાસ્થ્ય મંત્રીલય દ્વારા કરવામાં આવેલી પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે દેશના 146 જિલ્લાની સ્થિતિ ચિંતાજનક છે. જો કે તેમણે કહ્યું કે બાકી 308 જિલ્લામાં સ્થિતિ કાબૂમાં છે. બુધવારે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કેન્દ્રિય સવાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યું કે ભારતમાં વર્તમાન સમયે 21 લાખ 57 હજાર એક્ટિવ કેસ છે. જે ગયા વર્ષની સરખામણીએ ડબલ છે.

સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે રેલવે 1200 બેડ આપી રહ્યું છે. જેની સાથે 500 બેડ ડીઆરડીઓ દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે. જ્યારે કેન્દ્ર સરકારે 2005 બેડ વધાર્યા છે. તો બીજી તરફ કોરોના મૃત્યુદરમાં પણ ઘટાડો નોંધાઇ રહ્યો છે. તેમણે આગળ જણાવ્યું કે દેશમાં અત્યાર સુધીમાં 13 કરોડ કરતા વધારે લોકોને કોરોના વેક્સિન આપવામાં આવી છે. જેમાંથઈ 30 લાખ લોકોને તો છેલ્લા 24 કલાકની અંદરે કોરોના વેક્સિન આપવામાં આવી છે. અત્યાર સુધીમાં 87 ટકા સ્વાસ્થ્યકર્મીઓને કોરોના રસી આપવામાં આવી છે.

આ સાથે જ સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે કોરોના રસી દવાની દુકાનોમાં નહીં મળે. કેન્દ્ર સરકાર રાજ્યને રસી આપતી રહેશે. સરકારી વેક્સિનેશન કેન્દ્રો પર જ રસી મળશે. મંત્રાલય દ્વારા આગળ જણાવવામાં આવ્યું કે રસી લેવા માટે તમામ લોકોએ પહેલા કોવિન એપ પર રજીસ્ટ્રેશન કરાવવું પડશે.

આ પ્રેસ કોન્ફરન્સમાં સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા એ પણ જણાવવામાં આવ્યું કે કોરોના રસી લીધા બાદ કેટલા લોકોને કોરોના થયો છે. દેશમાં કોવેક્સિનના 1.1 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. જેમાં પહેલો ડોઝ લીધા બાદ 4,208 અને બીજ ડોઝ લીધા બાદ 695 લોકોને કોરોના થયો છે. તો દેશમાં કોવીશિલ્ડના 11.6 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. જેમાં પહેલી ડોઝ લીધા બાદ 17,145 અને બીજી ડોઝ લીધા બાદ 5014 લોકોને કોરોના થયો છે.