×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

બંગાળમાં છઠ્ઠા તબક્કાની 43 બેઠકો પર મતદાનની શરૂઆત, મુકુલ રોય-અર્જુન સિંહે આપ્યો મત


- ચૂંટણીના આ તબક્કામાં સૌ કોઈની નજર મતુઆ સમુદાય પર ચોંટી 

નવી દિલ્હી, તા. 22 એપ્રિલ, 2021, ગુરૂવાર

પશ્ચિમ બંગાળની 43 બેઠકો પર ગુરૂવાર સવારથી જ છઠ્ઠા તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે. આ તબક્કામાં ભાજપના દિગ્ગજ નેતા મુકુલ રોય સહિત 306 ઉમેદવારોની પરીક્ષા છે. આ સાથે જ સુરક્ષાની આકરી વ્યવસ્થા પણ કરવામાં આવેલી છે અને કેન્દ્રીય સુરક્ષા દળોની 1071 કંપનીઓ લગાવવામાં આવી છે. 

ચૂંટણીના આ તબક્કામાં સૌ કોઈની નજર મતુઆ સમુદાય પર ચોંટી છે જે નોર્થ 24 પરગણાની 17 અને નદિયાની 9 બેઠકોનું ગણિત બગાડવાનો પાવર ધરાવે છે. વહેલી સવારે ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ મુકુલ રોયે નોર્થ 24 પરગણા જિલ્લાના કાંચરાપાડા ખાતે બૂથ નંબર 141 પર મતદાન કર્યું હતું. 

પશ્ચિમ બંગાળ ભાજપના ઉપાધ્યક્ષ અને સાંસદ અર્જુન સિંહે પણ નોર્થ 24 પરગણાના જગતદલ ખાતે બૂથ નંબર 144માં મતદાન કર્યું હતું. ભાટપારાના ભાજપના ઉમેદવાર પવન સિંહ પણ તેમના સાથે ઉપસ્થિત રહ્યા હતા.