×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કેબિનેટ મંત્રીને પણ બેડ નથી મળતો, વીકે સિંહે ભાઇ માટે ટ્વિટર પર મદદ માંગી, બાદમાં ટ્વિટ ડિલીટ કર્યુ

નવી દિલ્હી, તા. 18 એપ્રિલ 2021, રવિવાર

દેશમાં કરના વાયરસનો કહેર દિવસે દિવસે વધી રહ્યો છે. સ્થિતિ એટલી ખરાબ છે કે દેશના અનેક રાજ્યોમાં કોરોના વાયરસના દર્દીઓને હોસ્પિટલમાં જગ્યા નથી મળતી. હોસ્પિટલો ફૂલ છો, બેડની અછત છે, એક્સિજન નથી, દવા પણ નથી. અત્યારે તો સ્થિતિ એવી છે કે પૈસા કે ઓળખાણ કંઇ કામ નથઈ આવી રહ્યું. સામાન્ય લોકો તો ઠીક પરંતુ મોદી સરકરના કેબિનેટ મંત્રીની પણ આવી જ સ્થિતિ છે. જો કેબિનેટ મંત્રીને હોસ્પિટલમાં બેડ ના મળતો હોય અને બેડ માટે ઓનલાઇન મદદ માંગવાનો વારો આવતો હોય તો, સામાન્ય માણસની દશા શું હશે?

કેન્દ્રિય મંત્રી જનરલ વીકે સિંહે એક ટ્વિટ કર્યુ. જેમાં તેમણે પોતાના કોરોના પોઝિટવ ભાઇ માટે બેડની વ્યવસ્થા કરવાની અપીલ કરી હતી. ટ્વિટની અંદર તેમણે ગાઝિયાબાદના જિલ્લાધિકારી, મુખ્યમંત્રી યોગીના સલાહકાર અને વિસ્તારના ધારાસભ્યને ટેગ કર્યા હતા. ત્યારબાદ તરત જ આ સમાચાર ફેલાયા કે વીકે સિંહ પોતાના ભાઇ માટે બેડની વ્યવસ્થા માટે મદદ માંગી રહ્યા છે.


જો કે બાદમાં તેમણે આ ટ્વિટ ડિલીટ કરી નાંખ્યું. બાદમાં તેમણે સ્પષ્ટતા કરતું બીજુ ટ્વિટ કર્યુ જેમાં કહ્યું કે તેમણે મદદ પોતાના ભાઇ માટે નહીં પરંતુ અન્ય વ્યક્તિ માટે માંગી હતી. તેમના ભાઇ બિલકુલ બરાબર છે. તેમણે સ્પષ્ટતા કરતા લખ્યું કે તેમણે આ ટ્વિટ એટલા માટે કર્યુ હતું કે જિલ્લા પ્રશાસન તે પિડિત વ્યક્તિ સુધી પહોંચી શકે. અમારે લોહીનો સંબંધ નથી પરંતુ માનવતાનો સંબંધ જરુર છે.


થોડીવાર પછી આ ટ્વિટ પણ ડિલિટ કરી નાંખ્યું અને સ્પષ્ટતા કરતું ત્રીજુ ટ્વિટ કર્યુ. ત્યારબાદ લોકોએ સવાલ કરવાનું શરુ કર્યું કે એક ટ્વિટને લઇને બે બે વખત સ્પષ્ટતા કેમ કરવી પડે છે. લોકોએ સવાલ પુછવાનું શરુ કર્યુ કે જો જિલ્લા પ્રશાસનનું ધ્યાન ખેંચવું હોય તો તમે સીધો ફોન કરી શક્યા હોત, ટ્વિટ કરવાની શું જરુર?