×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

એક તરફ દુનિયા હજુ કોરોનાની ઝાળમાં સપડાઇ છે, બીજી તરફ ઇઝરાયલે કોરોનાથી મુક્ત થયાની જાહેરાત કરી

નવી દિલ્હી, તા. 18 એપ્રિલ 2021, રવિવાર

એક તરફ આખી દુનિયા કોરોના મહામારી સામે લડી રહી છે, તો બીજી તરફ ઇઝરાયલ પહેલો એવો દેશ બન્યો છે જેણે પોતાને કોરોના મુક્ત જાહેર કર્યો છે. ઇઝરાયલે પોતાના સામુહિક રસીકરણ અભિયાન બાદ કોરોના પ્રતિબંધોમાં છૂટ આપી છે અને શાળાઓને ફરીથી ખોલવામાં આવી છે.

ઇઝરાયલમાં તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ ખોલી નાંખવામાં આવી છે અને બાળકો ફરીથી વર્ગખંડોમાં પરત ફર્યા છે. સ્વાસ્થ્ય અધિકારીઓએ સાર્વજનિક સ્થાનો પર માસ્ક પહેરવાના નિયમને પણ દૂર કર્યો છે. જો કે મોટી સભાઓમાં માસ્ક પહેરવું ફરજિયાત છે.

ઇઝરાયલે દુનિયાભરમાં રસીકરણ અભિયાનમાં મહત્વની ભૂમિકા નિભાવી છે અને પોતાના દેશમાં ઢડપથી લોકોને રસી આપી છે. આ જ કારણ છે કે અઝરાયલમાં ઘણા બધા પ્રતિબંધોને દૂર કરવામાં આવ્યા છે. ઇઝરાયલે ગયા અઠવાડિયે જ ઘોષણા કરી હતી કે મે મહિનાથી પ્રવાસીઓને પણ દેશમાં પ્રવેશ આપવામાં આવશે અને સાથએ તેમને રસી પણ આપવામાં આવશે.

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે ગયા વર્ષે મહામારીની શરુઆત બાદ ઇઝરાયલમાં કોરોના વાયરસના 8,36,000 કેસ સામે આવ્યા હતા. જ્યારે કોરોનાના કારણે ઇઝરાયલમાં 6,331 લોકોના મોત થયા હતા. ઇઝરાયલમાં 93 લાખ લોકોમાંથી 56 ટકા લોકોને ફાઇઝર/એનબાયેટેક રસીના બે ડોઝ આપવામાં આવ્યા છે.