×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

દેશમાં કોરોનાના કારણે યુધ્ધ જેવી સ્થિતિ, સંસદનુ વિશેષ સત્ર બોલાવવામાં આવેઃ શિવસેના

નવી દિલ્હી, તા. 19 એપ્રિલ 2021, સોમવાર

દેશમાં કોરોનાના કારણે યુધ્ધ જેવી સ્થિતિ છે અને તેના પર ચર્ચા કરવા માટે સંસદનુ વિશેષ સત્ર બોલાવવામાં આવે તેવી માંગણી શિવસેનાએ કરી છે.

શિવસેનાના સાંસદ અને પ્રવક્તા સંજય રાઉતે કહ્યુ હતુ કે, દેશમાં અભૂતપૂર્વ અને યુધ્ધ જેવી સ્થિત છે. દરેક જગ્યાએ ગભરાટનો માહોલ છે. નથી બેડ મળી રહ્યા, નથી ઓક્સિજન મળી રહ્યો અને નથી વેક્સીનેશન થઈ રહ્યુ. ચારે તરફ અફરા તફરી મચેલી છે. આ સ્થિતિ પર ચર્ચા કરવા માટે ઓછામાં ઓછા બે દિવસનુ સંસદનુ વિશેષ સત્ર સરકારે બોલાવવુ જોઈએ.

આ પહેલા મહારાષ્ટ્રના સીએમ ઉધ્ધવ ઠાકેરેએ દાવો કર્યો હતો કે, રાજ્યમાં ઓક્સિજન સપ્લાય માટે પીએમ મોદી સાથે ફોન પર વાત કરવાનો પ્રયત્ન કર્યો હતો પણ બંગાળના ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત હોવાના કારણે તેઓ સાથે વાત થઈ શકી નહોતી.

મુખ્યમંત્રી કાર્યાલયે કહ્યુ હતુ કે, મહારાષ્ટ્રમાં ઓક્સિજનની તાતી જરુર છે. ઉદ્યોગો માટેનો ઓક્સિજન હોસ્પિટલો માટે વાપરવામાં આવી રહ્યો છે. જોકે કેન્દ્ર તરફથી રાજ્ય સરકારને સહયોગ મળી રહ્યો છે.