×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ગુજરાતમાં લોકડાઉન અંગે હાઇ લેવલ મીટિંગો શરુ, સાંજે કોર કમિટીની બેઠકમાં લેવાઇ શકે છે નિર્ણય

અમાવાદ, તા. 19 એપ્રિલ 2021, સોમવાર

રાજ્યમાં કોરોનાના બેકાબૂ હાલત વચ્ચે લોકડાઉનની અટકળો ચાલી રહી છે. જો કે આ વખતે રાજ્ય સરકારે પણ કોરોનાની ચેન તોડવા માટે લોકડાઉન વિશએ ગંભીરતાથી વિચારવાનું અને સમીક્ષઆ કરવાની શરુઆત કરી છે. ખાસ કરીને આજે દિલ્હી અને રાજસ્થાનમાં લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે, ત્યારબાદ ગુજરાત સરકાર પર લોકડાઉન કરવા માટેનું પ્રેશર વધતું જાય છે.

આમ પણ છેલ્લા ઘણા સમથી રાજ્યના ડોક્ટરો, વેપારીઓ અને અન્ય સંગઠનો સરકારને લોકડાઉન કરવા માટેની રજૂઆત કરી રહી છે. તેવામાં આજે સરકારે આ વિશએ ગંભીરતાથી વિચારવાનું શરુ કર્યુ છે. જેને લઇન હાઇ લેવલ મીટિંગોનો દોર શરુ થયો છે. સાથે જ રાજ્યમાં લોકડાઉન લાગશે કે નહીં તે વિશે આજે કોર કમિટિમાં નિર્ણય લેવાઇ શકે છે. આજે સાંજે કોર કમિટીની બેઠકમાં આ નિર્ણય લેવાશે. 

ઉલ્લેખનીય છે કે ગઇ કાલે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહેકોરોનાની પરિસ્થિતિ જોયા પછી જે તે રાજ્યોએ લોકડાઉન કરવું કે નહીં તે માટેની રાજ્યોને છૂટ આપી દીધી છે. જેઓ પરિસ્થિતિ મુજબ લોકડાઉન કે કરફ્યુ કરી શકે છે. ત્યારે અત્યારે રાજ્ય સરકાર વિવિધ અધિકારીઓ, જિલ્લાધિકારીઓ, ડોક્ટરો અને વિવિધ શહેરોનો રિપોરટ અને અભિપ્રાય મેળવી રહી છે. 

એવી પણ વાત સાંભળવા મળી રહી છે કે જો આખા રાજ્યમાં લોકડાઉન નહીં થાય, તો રાજ્યના આઠ મહાનગરોમાં લોકડાઉન લાગુ કરાશે. કારણ કે આ આઠેય મહાનગરોની સ્થિતિ વધારે ખરાબ છે. જેમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગરનો સમાવેશ થાય છે.