×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

હવામાં પણ ઝડપથી ફેલાય છે કોરોના, મેડિકલ જર્નલ લેંસેટમાં સંશોધકોનો સબૂતો સાથેનો દાવો

નવી દિલ્હી, તા. 16 એપ્રિલ 2021

દેશમાં વર્તમાન સમયે કોરોના વાયરસે અજગરી ભરડો લીધો છે. દરરોજ 2 લાખ કરતા વધારે કોરોના કેસ સામે આવી રહ્યા છે. અત્યારે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે કે હવે તો એ કહેવપં પણ મુશ્કેલ છે કે લોકોને કોરોના વાયરસનો ચેપ ક્યાંથી લાગે છે. આ બધા વચ્ચે લેંસેટ જર્નલમાં એલો દાવો કરવામાં આવ્યો છે કે કોરોના વાયરસ મુખ્ય રીતે હવા દ્વારા ફેલાય છે. જેના કારણે અનેક સાવધાનીઓ અને સ્વાસ્થ્ય સુવીધાઓ પણ વાયરસ સામે લાચાર સાબિત થઇ રહી છે.

વિવિધ દેશોના 6 એક્સપર્ટ દ્વારા ઉંડા સંશોધન બાદ આ દાવો કરવામાં આવ્યો છે. આ સંશોધનમાં અમેરિકા, બ્રિટન અને કેનેડાના એક્સપર્ટ સામેલ હતા. જેની અંદર જોસ લુઇસ જિમેનેજ (કોઓપરેટિવ ઇન્સ્ટિટ્યુટ ફોર રિસર્ચ ઇન એન્વાયરમેન્ટલ સાઇન્સ)ના કેમિસ્ટ અને કોલોરાડો યુનિવર્સિટીના એક્સપર્ટનું નામ પણ સામેલ છે. તેમનું કહેવું છે કે હવામાં કોરોના વાયરસ ફેલાય છે તેવિશેના તેમને પાક્કા સબૂત પણ મળ્યા છે. જેથી આ વાતને નકારી ના શકાય.

ઓક્સફર્ડ યુનિવર્સિટીની ટીમ દ્વારા પણ આ સંશોનની સમીક્ષા કરવામાં આવી છે. ઓક્સફર્ડ યુનિવર્સિટી દ્વારા પણ હવાથી વાયરસ ફેલાય છે તે વાતને સમર્થન આપતી વાતોને હાઇલાઇટ કરવમાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે મોટા ડ્રોપલેટ વડે જ કોરોના ફેલાય છે તે વાતનું કોઇ પ્રમાણ નથી. તેની સામે એ વાતના સબૂત છે કે આ વાયરસ હવા દ્વારા ફેલાય છે. 

એવું પણ કહેવામાં આવ્યું છે કે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન આ વાતને ગંભીરતાથી સમજે અને તેવા પગલા ભરે કે વાયરસના ફેલાવેને ઓછો કરી શકાય. આ સંશોધનમાં કેટલીક ઘટનાઓનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. જેમાં સૌથી ઉપર જે ઘટના છે તેનું નામ સકૈટિગ ચૌયર આઉટબ્રેક રાખવામાં આવ્યું છે. જ્યાં એક કોરોના પોઝિટવ દર્દી વડે અન્ય 53 લોકોને ચેપ લાગ્યો હતો. સંશોધનમાં કહેવામાં આવ્યું છે કે આ ઘટનામાં એવું નથી કે તમામ લોકો કોઇ જગ્યા પર ગયા હોય અથવા તો એકબીજીની નજીકથી સંપર્કમાં આવ્યા હોય. આમ છતા તેમને ચેપ લાગ્યો છે. 

સંશોધનમાં કહેવામાં આવ્યું છે કે કોરોનાનો ફેલાવો ઇનડોર કરતા આઉટડોરમાં વધારે થાય છે. એક્સપર્ટ્સનું કહેવું છે કે માત્ર હાથ ધોવાથી આ વાયરસને હરાવી ના શકાય. હવાના માધ્યમથી ફેલાતા કોરોના માટે આપણે કોઇ ઉપાય કરવો પડશે.