×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કોંગ્રેસે લોન્ચ કરી પોતાની ડિજિટલ ચેનલ, 24 એપ્રિલથી પ્રસારણ શરુ કરાશે

નવી દિલ્હી, તા 14 એપ્રિલ 2021, બુઘવાર

દેશમાં સેંકડો ન્યૂઝ ચેનલોની વચ્ચે હવે કોંગ્રેસે પોતાની જ ડિજિટલ ચેનલ શરુ કરીને નવા ચિલો ચાતર્યો છે. આ ચેનલને આઈએનસી ટીવી એટલે કે ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ ટીવી નામ અપાયુ છે.

ચેનલ પર 24 એપ્રિલથી પ્રસારણ શરુ કરાશે. આ દિવસને પંચાયતી રાજ દિવસ તરીકે મનાવવામાં આવતો હોય છે. આ ચેનલના લોન્ચિંગ વખતે કેટલાક ટોચના કોંગ્રેસી નેતાઓ હાજર હતા. કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ કહ્યુ હતુ કે, બાબા સાહેબની જન્મ જયંતિ ભારતના બંધારણિય અધિકારો તેમજ સામાજીક ક્રાંતિનો ઉત્સવ છે.

તેમણે કહ્યુ કે, આજે ચારે તરફ અંધભક્તિ અને માનસિક ગુલામીનો માહોલ છે. એક અહંકારી શાસકે અભિવ્યક્તિની આઝાદીને કંસની જેમ બેડીઓમાં જકડી રાખી છે ત્યારે આઈએનસી ટીવીની શરુઆત થઈ રહી છે. આ ચેનલ પર રોજના આઠ કલાકનુ સીધુ પ્રસારણ કરવામાં આવશે અને આગળ જતા આ સમયગાળો પણ વધારવામાં આવશે.