×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કોરોનાના વધતા કેસ વચ્ચે AMCની અનોખી પહેલ, દેશમાં સૌપ્રથમ અમદાવાદમાં ‘ડ્રાઇવ થ્રુ RT PCR ટેસ્ટ’ થશે

અમદાવાદ, તા. 13 એપ્રિલ 2021, મંગળવાર

રાજ્યમાં દિન પ્રતિદિન કોરોનાનો કહેર વધી રહ્યો છે. ખાસ કરીને જો અમદાવાદની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં તો કોરોનાનું રીતસર તાંડવ ચાલી રહ્યું છે. આ બધા વચ્ચે એક રાહતના અને સારા સમાચાર AMC દ્વારા આપવામાં આવ્યા છે. વધતા જતા કેસ વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય છે ‘ડ્રાઇવ થ્રુ RT PCR ટેસ્ટ’ કરવાનો. દેશમાં સૌપ્રથમ અમદાવાદમાં ‘ડ્રાઇવ થ્રુ RT PCR ટેસ્ટ’ કરવામાં આવશે. 

અત્યારે શહેરમાં કોરોના પર કાબૂ મેળવવા માટે સઘન ટેસ્ટિંગ માટેનું અભિયાન ચાલી રહ્યું છે. શહેરમાં ઠેર ઠેર કોરોનાના રેપિડ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. તો શહેરની લેબોરેટરીમાં RT PCR ટેસ્ટ કરાવવામ માટે લાંબી લાઈનો હોય છે. જેમાં કેટલાંક એવાં દર્દીઓ પણ હોય છે કે જેના કારણે કોરોના સંક્રમણ ફેલાઇ શકે છે. આ વાતને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ‘ડ્રાઇવ થ્રુ RT PCR ટેસ્ટ માટેની શરૂઆત કરવામાં આવી છે.


અમદાવાદના GMDC ગ્રાઉન્ડ પર તારીખ 14 એપ્રિલના બુધવારના રોજ સવારના 8 કલાકથી કોરોનાના ‘ડ્રાઇવ થ્રુ RT PCR ટેસ્ટ’ કરવામાં આવશે. ‘ડ્રાઇવ થ્રુ RT PCR ટેસ્ટ’ એટલે કે તમારે તમારું વાહન લઇને જવાનું અને તેમાં બેઠા બેઠા તમારો ટેસ્ટ થઇ જશે, તમારે બહાર આવવાની જરુર નહીં પડે. જેનાથી જે લોકોને કોરોનાનો ચેપ હોય તેને અન્ય લોકોમાં જતો અટકાવી શકાય. 


આ સુવિધા અંતર્ગત AMC દ્વારા GMDC મેદાન ખાતેની જગ્યા ફાળવવામાં આવી છે. ડ્રાઇવ થ્રુ RT PCR અંગેની સમગ્ર વ્વવસ્થાનું સંચાલન ન્યુબર્ગ સુપ્રાટેક લેબોરેટરીઝ દ્વારા કરવામાં આવશે. આ સુવિધા સુફલામ સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ દ્વારા સંપૂર્ણ કોમ્પ્યુટરાઇઝ્ડ કરવામાં આવેલ છે. GMDC ગ્રાઉન્ડ ખાતે ડોમ ઊભા કરી 5 કલેક્શન સેન્ટર બનાવવામાં આવશે. ટેસ્ટ કરાવનાર વ્યક્તિ એ અગાઉથી અપોઈન્ટમેન્ટ લેવી જરૂરી નથી. ટેસ્ટ કર્યા બાદ 24 થી 36 કલાક પછી વોટ્સએપ, એસ.એમ.એસ અથવા ઈ-મેલ દ્વારા સરળતાથી મેળવી શકાશે.