×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

લોકડાઉનની આશંકાને પગલે મુંબઇમાં રેલ્વે સ્ટેશન પર હજારોની સંખ્યામાં મજૂરો એકઠા થયા

- કોરોનાની કથળી રહેલી સ્થિતિની વચ્ચે મજૂરોનું પલાયન

મુંબઇ, તા. 13 એપ્રિલ 2021, મંગળવાર

દેશમાં કોરોના વાઇરસ સંક્રમણની સ્થિતિ દિવસેને દિવસે કથળી રહીં છે. સોમવારના રોજ રેકોર્ડ નવા કેસ સામે આવ્યાં બાદ એક્ટિવ કેસની સંખ્યા 12 લાખને પાર થઇ છે, જે કુલ પોઝિટીવ કેસના 9.24 ટકા છે.

કેન્દ્રી સ્વાસ્થ્ય મંત્ર્યાલય અનુસાર મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, દિલ્હી, છત્તીસગઢ, કર્નાટક, કેરલ, તામિલનાડુ, મધ્ય પ્રદેશ, ગુજરાત અને રાજસ્થાનમાં કોરોનાના સૌથી વધુ નવા કેસ સામે આવી રહ્યાં છે. નવા નોંધાયેલા કેસમાંથી 83.02 ટકા કેસ તો આ દસ રાજ્યમાંથી આવ્યાં છે.

બીજી તરફ મુંબઇમાં પ્રવાસી મજૂરોની ભીડ ઉમટી પડી રહીં છે. મુંબઇના સીએસટી સ્ટેશન પર પ્રવાસીઓ મજૂરો વતન પરત ફરવા માટે મોટી સંખ્યામાં ભેગા થઇ રહ્યાં છે. હજારોની સંખ્યામાં લોકો રેલ્વે સ્ટેશન પર નજરે ચડે છે. જણાવી દઇએ કે કોરોનાના કારણે દેશમાં કથળી રહેલી સ્થિતિ અને લોકડાઉનની આશંકાઓની વચ્ચે મજૂરો મહરાષ્ટ્રથી યુપી-બિહાર સ્થિત પોતાના વતન પરત ફરી રહ્યાં છે.

રેલ્વે સ્ટેશન પર મોટી સંખ્યામાં મજૂરો એકઠા થતા કોરોનાનું સંક્રમણ ફેલાવાનું ભય પણ વધ્યું છે.