×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

રાહતના સમાચાર : દેશમાં રેમડેસિવિર ઇંજેક્શનની માંગ વધતા કેન્દ્ર સરકારે નિકાસ પર પ્રતિબંધ મુક્યો

અમદાવાદ, તા. 11 એપ્રિલ 2021, રવિવાર

કોરોનાની બીજી લહેરના કારણે દેશ અને સાથે ગુજરાતની સ્થિતિ દિવસે દિવસે ખરાબ થતી જાય છે. રાજ્યમાં અત્યારે કોરોના માચટે જીવનરક્ષક ગણાતા રેમડેસિવિર ઇંજેક્શનની અછત સર્જાઇ છે. લોકો આ ઇંજેક્શન માટે હેરાન થઇ રહ્યા છે. કલાકો સુદી લાઇનમાં ઉભા રહેવા અને અનેક ગણો ભાવ આપવા છતા ઇંજેક્શન મળતા નથી અને તેના અભાવમાં લોકોના મોત પણ થઇ રહ્યા છે. ત્યારે આ બધા વચ્ચે કેન્દ્ર સરકારે એક મહત્વનો નિર્ણય કર્યો છે.

દેશમાં રેમડેસિવિરની અછત અને આગામી સમયમાં તેની માંગને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે તેની નિકાસ પર પ્રતિબંધ મુક્યો છે. જ્યાં સુધી દેશમાં સ્થિતિ સુધરે નહીં ત્યાં સુધી રેમડેસિવિરની નિકાસ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. 

રેમડેસિવિરની નિકાસ પરનો આ પ્રતિબંધ ત્યાં સુધી લાગુ રહેશે જ્યાં સુધી જ્યાં સુધી કોરોનાનું સંક્રમણ ઓછુ ન થઈ જાય. સરકારનું કહેવુ છે કે, કેટલીય કંપનીઓ આ ઈંજેક્શન ઉત્પાદનમાં જોડાયેલી છે. દરરોજ 38.80 યુનિટ્સનું ઉત્પાદન થઈ રહ્યુ છે. ઉત્પાદનના આંકડા અને કોરોનાના વધતા કેસોને ધ્યાને રાખીને સરકારે તેની નિકાસ પર પ્રતિબંધ લગાવ્યો છે.

આ સિવાય સરકારે તેની કાળાબજારી રોકવા માટે પણ જરૂરી પગલા લેવાની વાત કહી છે. આ સમાચાર એવા હજારો લોકો માટે રાહતના ગણી શકાય જેમને રેમડેસિવિર ઇંજેક્શનની જરુર છે.