×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ગુજરાતમાં સતત બીજા દિવસે કોરાનાના કેસ 5000ને પાર, 54 લોકોના મોત

અમદાવાદ, તા. 11 એપ્રિલ 2021, રવિવાર

દિવસે દિવસે રાજ્યમાં કોરોનાને કારણે સ્થિતિ ભયાવહ બનતી જાય છે. એક તરફ રાજ્યની અંદર હોસ્પિટલોમાં જગ્યા નથી, તો બીજી તરફ કોરોનાના નવા કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. આજે સતત બીજા દિવસે ગુજરાતમાં કોરોના વાયરસના નવા કેસ 5000નો આંક વટાવ્યો છે. જ્યારે મૃત્યુઆંક પણ 50ને પાર ગયો છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકની અંદર કોરોના વાયરસના નવા 5469 કેસ નોંધાયા છે. જ્યારે આજે કોરોનાના કારણે 54 લોકોના મોત થયા છે. જે અત્યાર સુધીમાં સૌથી વધારે છે. તો આ તરફ અમદાવાદ અને સુરતમાં પણ કોરોના વાયરસના રેકોર્ડ કેસ નોંધાયા છે. અમદાવાદમાં 1504, સુરતમાં 1087 નવા કેસ નોંધાયા છે. 


મોતની વાત કરીએ તો અમદાવાદમાં 19, સુરતમાં 18, વડોદરામાં 7 દર્દીના મોત થયા છે. જેની સાથે રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4800 થયો છે. જરાતમાં હાલ એક્ટિવ કેસની વાત કરીએ તો, કુલ 27568 કેસ છે. જેમાંથી 203 વેન્ટીલેટર પણ છે, જ્યારે 23365 સ્ટેબલ કેસ છે. અત્યાર સુધીમાં રાજ્યમાંથી 315127 દર્દીઓ સાજા થયા છે.