×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ગુજરાત હાઈકોર્ટે રૂપાણી સરકારને લીધો ઉધડો, કોરોના વધતા સંક્રમણ વચ્ચે આપ્યા આ આદેશ

અમદાવાદ, તા. 12 એપ્રિલ 2021, સોમવાર

ગુજરાતમાં કોરોના વાઇરસના કારણે સતત કથળી રહેલી પરિસ્થિતિના કારણે ગુજરાત હાઇકોર્ટ દ્વારા કોરોનાની પરિસ્થિતિ અંગે વધુ સુઓમોટો આજે દાખલ કર્યો છે. હાઈકોર્ટે રૂપાણી સરકારને આડેહાથે લીધી હતી. આ ઉપરાંત મહત્વના આદેશ પણ હાઈકોર્ટે આપ્યા છે.

લગ્ન અને અંતિમ વિધિ સિવાય તમામ મેળાવડા પર રોક લગાવવાનો ગુજરાત હાઇકોર્ટે આદેશ આપ્યો છે. ગુજરાત હાઇકોર્ટે કહ્યું કે કોઇની નોકરી પર જોખમ ન આવે તે રીતે નિર્ણય લો. તમામ પ્રકારના જાહેર મેળાવડા બંધ કરવામાં આવે. ઑફિસ સ્ટાફ ઘટાડવાનું પણ હાઇકોર્ટનું સૂચન છે.

ગુજરાત હાઇકોર્ટે રાજ્યમાં કોરોનાની સ્થિતિ અંગે મહત્વની ટકોર કરી છે. હાઇકોર્ટે કહ્યું કે, કોરોનાની સ્થિતિને હળવાશથી લેવાની જરૂર નથી. ગુજરાત હાઇકોર્ટે કોરોનાની સ્થિતિ અંગે જણાવ્યું કે કોરોનાનો ગ્રાફ સતત વધી રહ્યો છે. 

સરકાર દ્વારા કહેવામાં આવે છે તેના કરતાં સ્થિતિ વધુ ગંભીર છે. વેક્સિનના બે ડોઝ લીધા પછી પણ લોકો સંક્રમિત થાય છે. રસીની વધુ અસર નથી. આ સાથે જ હાઇકોર્ટે ટેસ્ટિંગની પ્રક્રિયાને વધુ ઝડપી બનાવવાનો આદેશ આપ્યો છે.

હાઇકોર્ટમાં સરકારે કરેલી રજૂઆત બાદ કોર્ટે ફરી એક વખત સરકારનો ઉધડો લીધો. હાઇકોર્ટે સરકારને કડક શબ્દોમાં ફટકાર લગાવતા કહ્યું કે સરકાર જે રજૂઆત કરે છે તેનાથી બિલકુલ વિપરિત સ્થિતિ હાલમાં રાજ્યમાં સર્જાઇ છે. પરિસ્થિતિને હળવાશથી લેવાની બિલકુલ જરૂર નથી. 

હાઇકોર્ટે વેધક ટિપ્પણી સવાલ પૂછતા કહ્યું કે લોકોને ટેસ્ટિંગના રિપોર્ટ 3-3 દિવસે કેમ મળે છે. વીઆઇપી લોકોને તરત ટેસ્ટનું રિઝલ્ટ મળે છે પરંતુ સામાન્ય લોકોને કેમ તાત્કાલિક મળતા નથી. આપણે આટલા આધુનિક છીએ તેમ છતાં પણ કેમ આ પરિસ્થિતિ છે. હાઇકોર્ટે જણાવ્યું કે ગુજરાતમાં કોરોનાનો ગ્રાફ સતત વધતો જાય છે. 

રાજ્યના તમામ જિલ્લાઓમાં આરટીપીસીઆર ટેસ્ટ માટેની લેબોરેટરી પણ નથી. હાઇકોર્ટે સરકારને ફટકાર લગાવતા કહ્યું કે આપણે કોઇ રાજ્ય સાથે સરખામણી કરવાની જરૂર નથી. આપણે ગુજરાતમાં છીએ તો ફક્ત ગુજરાતની વાત કરો. સરકાર ટેસ્ટિંગની પ્રક્રિયા જેમ બને તેમ ખૂબ ઝડપી બનાવે.

Highlight

- મીડિયામાં ચાલી રહેલા અહેવાલો ખોટા છે: રાજ્ય સરકાર

- રેમડેસીવીરની સ્થિતિ બીજા રાજ્ય કરતા વધારે સારી: રાજ્ય સરકાર

- સરકારી હોસ્પિટલમાં રેમડેસીવીરનો જથ્થો પુરતો છે: રાજ્ય સરકાર

- સુરતમાં વહેંચવામાં આવેલા રેમડેસીવીરના ઇન્જેક્શન ચેરિટી માટે હતા: રાજ્ય સરકાર

- અન્ય રાજ્યમાં શુ થાય છે એનાથી અમને કોઈ સુસંગતતા નથી, અમને ગુજરાતથી મતલબ છે : ગુજરાત હાઇકોર્ટ

- રેમડેસીવીરનો જથ્થો પુરતો છે લાઇન શા માટે: ગુજરાત હાઇકોર્ટ

- પ્રાઇવેટ હોસ્પિટલ કેમ Remdesivir ઉપલબ્ધ નહીં થાય?

- Zydus Hospitalsની બહાર લાંબી લાઈન હતી.

- કેમ કોઈ એક એજન્સી પાસે જ બધો કન્ટ્રોલ છે? અમારી જાણકારી મુજબ ગુજરાતમાં ઇન્જેક્શન અને દવાઓનો પૂરતો જથ્થો છે.

- ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસની ટકોર,

- આજે પણ સામાન્ય માણસને RTPCR ટેસ્ટના રિઝલ્ટ માટે 4, 5 દિવસ થઈ જાય છે.

- VIP લોકોને તરત રિઝલ્ટ્સ મળી જાય છે, સામાન્ય લોકોને કેમ નહી? આવી માહિતી પણ અમને મળી છે: હાઈકોર્ટની સરકારી વકીલને ટકોર 

- કોઈ રાજ્યની સરખામણી આપણે કરવાની જરૂર નથી

- ગુજરાતમાં છીએ તો ગુજરાતની વાત કરો

- આપણે આટલા આધુનિક છીએ તેમ છતાંય કેમ આ પરિસ્થિતિ છે?

- ટેસ્ટિંગના રિપોર્ટ ત્રણ દિવસે કેમ મળે છે