×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

શેરોમાં સાર્વત્રિક ધબડકો : રોકાણકારોની સંપતિમાં રૂ.8.78 લાખ કરોડનું ધોવાણ


- સેન્સેક્સ 1708, નીફ્ટી 524 પોઇન્ટ તૂટયા : આ વર્ષનો બીજો મોટો કડાકો

- ઈન્ડિયા વીઆઈએક્સ 16.17 ટકા વધીને 22.99 : બેંકેક્સ 1802, ઓટો ઈન્ડેક્સ 1152 પોઈન્ટ તૂટયા : 190 શેરમાં લોઅર સર્કિટ લાગી

- શરૂઆતની 15 મિનિટમાં જ રોકાણકારોના 7 લાખ કરોડ ડૂબ્યા 

મુંબઈ : દેશભરમાં કોરોના વિસ્ફોટે સર્જેલી કટોકટીની પરિસ્થિતિના પરિણામે આગામી દિવસોમાં દેશમાં મોટી આર્થિક કટોકટી સર્જાવાના એંધાણ વચ્ચે આજે ફોરેન ફંડોએ ભારતીય શેર બજારોમાં ઓલ રાઉન્ડ ધબડકો બોલાવી દેતી સાર્વત્રિક વેચવાલી કરતાં વર્ષ ૨૦૨૧નો સેન્સેક્સમાં ૧૭૦૮ અને નિફટીમાં ૫૨૪ પોઇન્ટનો બીજો સૌથી મોટો કડાકો બોલાઈ ગયો હતો.

 આ સાથે શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશનમાં પણ રૂ.૮.૭૮ લાખ કરોડનું જંગી ધોવાણ થઈ ગયું હતું. આ સાથે આ નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨માં એક દિવસનું સૌથી વધુ ધોવાણ નોંધાયું હતું. 

કોરોનાએ સર્જેલી તબાહીના પરિણામે દેશ આગામી દિવસોમાં ઘેરા આર્થિક સંકટમાં આવી જવાના સંકેતો મેળવી જઈ વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ પણ આજે શેરોમાં રૂ.૧૭૪૬ કરોડની જંગી ચોખ્ખી વેચવાલી કરતાં અને તમામ સેક્ટરલ ઈન્ડેક્સમાં કડાકા બોલાઈ ગયા હતા.

 સ્મોલ, મિડ કેપ, લાર્જ કેપ તમામ સેકટરની કંપનીઓના શેરોમાં ફંડોએ આજે મોટાપાયે વેચવાલી કરતાં બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં જ રૂ.૮.૭૮ લાખ કરોડ ધોવાઈ જઈને રૂ.૨૦૦.૮૫ લાખ કરોડ રહી ગયું હતું.

 ભારતીય બજારનો વોલેટીલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વીઆઈએક્સ ૧૬.૧૭ ટકા વધીને ૨૨.૯૯ પહોંચી ગયો હતો. જે સેન્સેક્સ અને નિફટીમાં મોટા નેગેટીવ સેન્ટીમેન્ટનો સંકેત આપી રહ્યો છો. 

કોરોનાના પરિણામે દેશભરમાં ફરી લોકડાઉન લાગુ કરવાની પરિસ્થિતિ ઊભી થઈ રહી હોઈ આ કટોકટીને પરિણામે બેંકો, ફાઈનાન્સ કંપનીઓની એનપીએ-ડૂબત લોનમાં જંગી વધારો થવાના સંકેતે આજે બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં સાર્વત્રિક ગાબડાં પડયા હતા. આજે કામકાજના અંતે સેન્સેક્સ ૧૭૦૭.૯૪ પોઈન્ટ તૂટીને ૪૭૮૮૩.૩૮ અને નિફટી ૫૨૪.૦૫ પોઈન્ટ તૂટીને ૧૪૩૧૦.૮૦ ના તળીયે ઉતરી આવ્યો હતો. જ્યારે  બીએસઈ બેંકેક્સ ૧૮૦૨ પોઈન્ટ તૂટયો હતો. જ્યારે ઓટો ઈન્ડેક્સ ૧૧૫૨ પોઈન્ટ અને બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ સૌથી વધુ ૧૪૯૦ પોઈન્ટ તૂટયા હતા. 

સેન્સેક્સ પ્રચંડ કડાકા

તારીખ

કડાકો (પોઇન્ટમાં)

૨૩ માર્ચ '૨૦

૩૯૩૫

૧૨ માર્ચ '૨૦

૨૯૧૯

૧૬ માર્ચ '૨૦

૨૭૧૩

૨ મે '૨૦

૨૦૦૨

૯ માર્ચ '૨૦

૧૯૪૧

૨૬ ફેબુ્ર. '૨૧

૧૯૩૯

૧૨ એપ્રિલ '૨૧

૧૭૦૮