×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

નાગપુરની કોવિડ હોસ્પિટલમાં આગ : 4 લોકોના મોત, અનેક ઘાયલ, અફરા તફરી વચ્ચે દર્દીઓને બીજી હોસ્પિટલમાં શિફ્ટ કરાયા

નાગપુર, તા. 9 એપ્રિલ 2021, શુક્રવાર

કોરોના વાયરસથી બેહાલ નાગપુરના વાડી વિસ્તારમાં વેલ ટ્રીટ કોવિડ હોસ્પિટલના આઇસીયુ વોર્ડમાં આગ લાગી છે.  આગ લાગવાની ઘટના 8 વાગ્આયે બની હતી. ઉપરના માળે આગ લાગી હતી, જે આઇસીયુ સુધી પહેંચી છે. આ દુર્ઘટનામાં ચાર લોકોના મોત થયા છે, તો અનેક લોકો ઘાયલ પણ થયા છે. જેમને સારવાર માટે અન્ય હોસ્પિટલમાં ખસેડાયા છે.

આગ લાગવાના કારણે હોસ્પિટલમાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. હોસ્પિટલમાં સારવાર લેતા દર્દીઓને તાત્કાલિક બીજી હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. આગ લાગવાના કારણે લોકોમાં ભયનો માહોલ છે.

મળતી જાણકારી પ્રમાણે કોવિડ હોસ્પિટલના આઇસીયુમાં આગ લાગી હતા. આગ લાગવાનું કારણ જાણવા મળ્યું નથી. પ્રાથમિક માહિતિ પ્રમાણે આગ એસીમાંથી લાગી હતી. આગ લાગ્યાના સમાચાર બાદ ફાયર બ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. સાથે પોલીસના અધિકારીઓ પણ દોડી આવ્યા હતા. હાલમાં આગને કાબૂમાં લેવાના પ્રયાસો શરુ છે.

છેલ્લા થોડા સમયથી દેશભરની હોસ્પિટલોમાં આગ લાગવાની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થયો છે. એક તો કોરોનાના દર્દીઓને એકલા રાખવામાં આવે છે, તેવામાં આગના સમાચારથી દર્દીઓના પરિજનો પણ ચિંતામાં મુકાયા છે. 

ઉલ્લેખનીય છે એક તરફ નાગપુરમાં કોરોનાનો વ્યાપ સતત વધી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 6489 નવા કેસ સામે આવ્યા છે, જ્યારે 64 લોકોના મોત થયા છે.