×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

અમદાવાદ: કૃષ્ણનગરમા આવેલી અંકૂર સ્કૂલમાં ભીષણ આગ, ત્રણ લોકો ફસાયા


અમદાવાદ, તા. 9 એપ્રિલ 2021, શુક્રવાર

શહેરના કૃષ્ણનગરમાં આવેલી એક શાળામાં આજે 11 વાગ્યે એકાએક આગ ભભૂકી ઉઠી છે. આગ પર કાબૂ મળેવવા ફાયરબ્રિગેડની ગાડી ઘટના સ્થળે પહોંચી ગઇ છે. આગમાં ત્રણ લોકો ફસાયા છે.

આ બનાવની મળતી વિગત અનુસાર શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા કૃષ્ણનગર વિસ્તારમાં આવેલી અંકૂર શાળામાં આજે સવારે 11 વાગ્યે એકાએખ આગ ફાટી નકળી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધુ હતુ. ઘટનાની જાણ થતા જ ફાયરવિભાગની દસથી વધુ ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી ગઇ હતી.

ફાયરબ્રિગેડના લાશ્કરો અત્યારે આગ પર કાબૂ મેળવવાનું કામ કરી રહ્યાં છે. જોકે, મહત્વનનું તે છે કે કોરોનાકાળામાં શાળા બંધ છે ત્યારે શાળામાં માણસો શું કરી રહ્યાં છે તે મહત્વનું છે. આ ત્રણેય બાળકો પોતાનો જીવ બચાવવા માટે સ્કૂલની છત પર જઈને જીવ બચાવવા માટે બૂમો પાડી રહ્યા હતા. ફાયર બ્રિગેડ આગ પર કાબૂ મેળવવા માટે પ્રયાસ કરી રહી છે.

આ શાળા એક રાજકીય નેતાની હોવાની હાલ લોકમુખે ચર્ચા ચાલી રહીં છે.