×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

રાજ્યમાં કોરોના બેકાબૂ : 24 કલાકમાં ઓલ ટાઇમ હાઇ 4021 નવા કેસ, 35 લોકોના મોત

અમદાવાદ, તા. 8 એપ્રિલ 2021, ગુરુવાર

કોરોનાની બીજી લહેર ગુજરાત માટે ન પ્રતિદિન ભયાવહ થતી જાય છે. કોરોના કેસ અને મૃત્યુનો આંકડો જે રીતે આગળ વધી રહ્યા છે તે જોતા સરકાર અને પ્રશાસનમાં હડકંપ મચ્યો છે. છેલ્લા એક અઠવાડિયાથી રાજ્યમાં જાણે કે કોરોનાનું તાંડવ થઇ રહ્યું છે. ખાસ કરીને સુરત-અમદાવાદ જેવા મહાનગરોમાં દરેક હોસ્પિટલો કોરોનાના દર્દીઓથઈ ઉભરાય છે, ઓક્સિજન ખુટી ગયો છે, નવા બેડ નથી, દવાઓ પણ મળતી નથી.

આવી સ્થિતિ વચ્ચે ગુજરાતમાં આજે નોંધાયેલા કોરોના કેસના આંકડાએ દરરોજની માફક અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડ્યા છે. તો મોતનો આંકડો પણ કંઇક એવો જ છે. રાજ્યમાં છેલ્લા 24 કલકાની અંદર કોરોના વાયરસના નવા 4021 કેસ નોંધાયા છે. જ્યારે 35 લોકોના કોરોનાના કારણે મોત થયા છે. તેની સાથે જ કુલ મૃત્યુઆંક 4655 એ પહોંચ્યો છે.


બીજી બાજુ રિકવરી રેટમાં પણ સતત ઘટાડો થઇ રહ્યો છે. આજ રોજ છેલ્લાં 24 કલાકમાં 2197 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. આ સાથે જ અત્યાર સુધી 3,07,346 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચૂક્યાં છે. રાજ્યમાં સાજા થવાનો દર 92.44 ટકાએ પહોંચ્યો છે.

અમદાવાદની અંદર આજે 951 કેસ નોંધાયા છે, જ્યારે સુરતની અંદર 723 કોરોના કેસ નોંધાયા છે. મોતની વાત કરીએ તો સુરત કોર્પોરેશનમાં 14, અમદાવાદ કોર્પોરેશનમાં 8, રાજકોટમાં 2, રાજકોટ કોર્પોરેશનમાં 2, વડોદરા કોર્પોરેશનમાં 2, અમદાવાદમાં 1, અમરેલીમાં 1, ભરૂચમાં 1 સહિત કુલ 35 લોકોનાં મોત નિપજ્યાં છે.