×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

જમ્મુ કાશ્મીરના શોપિયાંમાં સુરક્ષઆ દળો અને આતંકીઓ વચ્ચે અથડામણ, ત્રણ આતંકીઓના મોત


શ્રીનગર, તા. 8 એપ્રિલ 2021, ગુરુવાર

જમ્મુ કાશ્મીરના શોપિયાં જિલ્લામાં ગુરુવારે સુરક્ષા દળો અને આતંકવાદી વચ્ચે ઘર્ષણ થયું છે. આ ઘર્ષણમાં ત્રણ આતંકીઓને ઠાર મારવામાં આવ્યા છે, જ્યાર એક જવાન ઘાયલ પણ થયો છે. પોલીસ અધિકારીના જણાવ્યા પ્રમાણે બાબા મોહલ્લામાં આતંકવાદીઓની હાજરીની સૂચના મળ્યા બાદ સુરક્ષા દળોએ તે વિસ્તારની ઘેરાબંધી કરી હતી અને સર્ચ ઓપરેશન લોન્ચ કર્યુ હતું.

આ દરમિયાન આતંકીઓએ સેનાના જવાનો પર ગોળીબાર શરુ કર્યો. ત્યારબાદ સુરક્ષઆ દળોના જવાનોએ પણ જવાબી કાર્યવાહી કરી અને ઘર્ષણ શરુ થયું. અધિકારીએ જણાવ્યું કે આ ઘર્ષણમાં એક જવાન ઘઆયલ થયો છે, જેને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ સિવાય જે ત્રણ આતંકીઓ માર્યા ગયા છે તેમની ઓળખ અને આતંકી સંગઠન વિશે કોઇ માહિતિ મળી નથી.

ઉલ્લેખનીય છે કે આ પહેલા ગત 22 માર્ચના રોજ શોપિયાં જિલ્લામાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચેના ઘર્ષણમાં ચાર આતંકીઓને મોતને ઘાટ ઉતાર્યા હતા.