કોરોનાકાળમાં ભારતમાં અબજોપતિ વધીને ૧૪૦, વિશ્વમાં ત્રીજા ક્રમે
(પીટીઆઈ) ન્યૂયોર્ક, તા.૭
સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીનો સામનો કરી રહ્યું છે, જેને પગલે વૈશ્વિક અર્થતંત્ર ડામાડોળ થઈ ગયું છે. આવા કપરા સમયમાં પણ વિશ્વમાં અબજોપતિઓની સંખ્યામાં વધારો થયો છે. વિશ્વના અગ્રણી બિઝનેસ મેગેઝિન ફોર્બ્સ દ્વારા વિશ્વના અબજોપતિઓની ૩૫મી વાર્ષિક યાદી જાહેર કરી હતી. આ યાદી મુજબ ભારતના રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ ચીનના ઉદ્યોગપતિ જેક માને ખસેડીને ફરીથી એશિયાના સૌથી ધનિકનું સ્થાન હાંસલ કરી લીધું છે. ગયા વર્ષે જેક મા એશિયાના સૌથી ધનિક વ્યક્તિ હતા. મુકેશ અંબાણીની સંપત્તિ ૮૪.૫ અબજ યુએસ ડોલર છે. વિશ્વના ધનિકોની યાદીમાં અંબાણી ૧૦મા ક્રમે છે.
અદાણી જૂથના ચેરમેન ગૌતમ અદાણી ભારતના બીજા સૌથી ધનિક છે અને અબજોપતિઓની વૈશ્વિક યાદીમાં તેમનો ક્રમ ૨૪મો છે. તેમની સંપત્તિ ૫૦.૫ અબજ યુએસ ડોલર છે. અદાણી જૂથના શૅરમાં મંગળવારે આવેલા ઊછાળાના પગલે ગૌતમ અદાણી ગઈકાલે જ ભારતની ૧૦૦ અબજ ડોલરની ક્લબમાં સામેલ થયા હતા. ભારતના ત્રીજા સૌથી ધનિક શિવ નાદર એચસીએલ ટેક્નોલોજીસના સ્થાપક છે. તેમની સંપત્તિ ૨૩.૫ અબજ યુએસ ડોલર છે અને વૈશ્વિક યાદીમાં તેમનો ક્રમ ૭૧મો છે. છેલ્લા એક વર્ષમાં ભારતના ટોચના માત્ર ત્રણ અબજોપતિઓની સંપત્તિમાં કુલ ૧૦૦ અબજ યુએસ ડોલરનો વધારો થયો છે. કોરોનાકાળના એક વર્ષના સમયમાં ભારતમાં અબજોપતિઓની સંખ્યા વધીને ૧૪૦ થઈ છે. ગયા વર્ષે ભારતમાં ૧૦૨ અબજપતિ હતા.
વિશ્વમાં સૌથી વધુ ધનિકો અમેરિકામાં ૭૨૪ અને ચીનમાં ૬૯૮ છે. અમેરિકામાં ગયા વર્ષે ૬૧૪ અબજોપતિ હતા જ્યારે ચીનમાં અબજોપતિની સંખ્યા ૪૫૬ હતી. ચીનમાં અબજોપતિઓની સંખ્યા વધતાં વિશ્વમાં સૌથી વધુ અબજપોતિઓ જો કોઈ શહેરમાં હોય તો તે બેઈજિંગ છે. બેઈજિંગે આ બાબતમાં ન્યૂયોર્ક સિટીને પાછળ પાડી દીધું છે તેમ ફોર્બ્સે જણાવ્યું હતું. વિશ્વમાં ભારત પછી સૌથી વધુ અબજોપતિ જર્મનીમાં ૧૩૬ અને રશિયામાં ૧૧૭ છે.
વિશ્વના અબજોપતિઓની ફોર્બ્સની ૩૫મી વાર્ષિક યાદીમાં અમેરિકાના અમેઝોનના સીઈઓ અને સ્થાપક જેફ બેજોસ ૧૭૭ અબજ યુએસ ડોલર સાથે ટોચ પર છે. એક વર્ષમાં તેમની સંપત્તિમાં ૬૪ અબજ યુએસ ડોલરની વૃદ્ધિ થઈ છે. વિશ્વના બીજા નંબરના ધનિક સ્પેસએક્સના સ્થાપક અને ટેસ્લાના માલિક ઈલોન મસ્કની સંપત્તિ ૧૫૧ અબજ યુએસ ડોલર છે. તેમની સંપત્તિ ગયા વર્ષે ૧૨૬.૪ અબજ યુએસ ડોલર હતી. મસ્કની સંપત્તિમાં વૃદ્ધિનું મુખ્ય કારણ ટેસ્લાના શૅર્સમાં ૭૦૫ ટકાનો ઊછાળો છે.
વિશ્વના ધનિકોની ફોર્બ્સની ૩૫મી વાર્ષિક યાદીમાં ૨૭૫૫ ધનિકોનો સમાવેશ થાય છે અને તેમની કુલ સંપત્તિ ૧૩.૧ ટ્રિલિયન યુએસ ડોલર છે. ગયા વર્ષ કરતાં આ વર્ષે ૬૬૦ અબજપતિઓનો વધારો થયો છે. આ વર્ષે ફોર્બ્સની યાદીમાં ચીન અને હોંગકોંગમાંથી ૨૧૦ અને અમેરિકામાંથી ૯૮ સહિત વિક્રમી નવા ૪૯૩ અબજપતિઓનો સમાવેશ થયો છે.
ફોર્બ્સના જણાવ્યા મુજબ એશિયા-પેસિફિકમાં ૧,૧૪૯ અબજોપતિઓની કુલ સંપત્તિ ૪.૭ ટ્રિલિયન યુએસ ડોલર છે જ્યારે એકલા અમેરિકાના અબજોપતિઓની કુલ સંપત્તિ ૪.૪ ટ્રિલિયન ડોલર છે. વિશ્વના અબજોપતિઓમાં ૧૦૬ની ય ૪૦થી ઓછી છે. સૌથી યુવા અબજપતિ જર્મનીના કેવિન ડેવિડ લેહમેન છે. તેમના પિતા ગુન્થેર લેહમેને ડ્રગસ્ટોર ચેઈન ડીએમ-ડ્રોગેરી એમકેટીમાં તેમનો હિસ્સો પુત્રને ટ્રાન્સફર કરી દીધો છે. કેવિન લેહમેનની સંપત્તિ ૩.૩ અબજ યુએસ ડોલર છે અને વિશ્વની યાદીમાં તેનો ક્રમ ૯૨૫ છે. વિશ્વનૌ સૌથી વૃદ્ધ અબજપતિ અમેરિકાના ઈન્સ્યોરન્સ ટાયકૂન જ્યોર્જ જોસેફ છે.
વિશ્વના ટોચના ૧૦ ધનિકોની કુલ સંપત્તિ ૧.૧૫ ટ્રિલિયન યુએસ ડોલર છે, જે ગયા વર્ષે ૬૮૬ યુએસ અબજ ડોલર કરતાં બે તૃતિયાંશનો વધારો દર્શાવે છે. યુરોપના અબજોપતિઓની સંપત્તિ એક વર્ષમાં ૧ ટ્રિલિયન ડોલર વધી છે. આ વર્ષે વિશ્વની સૌથી ધનિક મહિલા ફ્રાન્સની કોસ્મેટિક હેર ફ્રેન્કોઈસ બેટેનકોર્ટ મેયર્સ છે, જેની કુલ સંપત્તિ ૭૩.૬ અબજ યુએસ ડોલર છે અને વિશ્વની યાદીમાં તે ૧૨મા ક્રમે છે.
વિશ્વના ટોપ-૧૦ ધનિક ભારતના ટોપ-૧૦
ક્રમ નામ કંપની સંપત્તિ નામ કંપની સંપત્તિ
૧. જેફ બેજોસ અમેઝોન ૧૭૭ મુકેશ અંબાણી રિલાયન્સ ૮૪.૫
૨. ઈલોન મસ્ક સ્પેસએક્સ, ટેસ્લા ૧૫૧ ગૌતમ અદાણી અદાણી જૂથ ૫૦.૫
૩. બર્નાર્ડ આર્નોલ્ટ લક્ઝરી ગૂડ્સ ૧૫૦ શિવ નાદર એચસીએલ ૨૩.૫
૪. બિલ ગેટ્સ માઈક્રોસોફ્ટ ૧૨૪ રાધાકિશન દામાણી ડી-માર્ટ ૧૬.૫
૫. માર્ક ઝકરબર્ગ ફેસબૂક ૯૭ ઉદય કોટક કોટક બેન્ક ૧૫.૯
૬. વોરન બફેટ બર્કશાયર હાથવે ૯૬ લક્ષ્મી મિત્તલ આર્સેલર ૧૪.૯
૭. લેરી એલિસન સોફ્ટવેર ૯૩ કુમાર મંગલમ્ બિરલા જૂથ ૧૨.૮
૮. લેરી પેજ ગૂગલ ૯૧.૫ સાઈરસ પૂનાવાલા સીરમ ઈન્સ્ટિ. ૧૨.૭
૯. સર્ગેઈ બ્રિન ગૂગલ ૮૯ દિલિપ સંઘવી સન ફાર્મા. ૧૦.૯
૧૦. મુકેશ અંબાણી રિલાયન્સ ૮૪.૫ ભારતી મિત્તલ એરટેલ ૧૦.૫