×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

હવે સરકારી અને પ્રાઇવેટ ઓફિસોમાં પણ કોરોના રસી અપાશે, આ તારીખથી શરુઆત કરવા કેન્દ્રનો રાજ્યોને નિર્દેશ

નવી દિલ્હી, તા. 7 એપ્રિલ 2021, બુધવાર

દેશમાં એક તરફ કોરોના કેસ બેફામ તઇ રહ્યા છે તો બીજી તરફ સરકાર યુદ્ધના ધોરણે રસીકરણ પર કામ કરી રહી છે. ત્યારે કોરોના રસીકરણને લઇને કેન્ર સરકારે એક મોટો નિર્ણય કર્યો છે. રસીકરણના વ્યાપને વધારવા માટે કેન્દ્ર સરકારે સરકારી અને પ્રાઇવેટ ઓફિસોની અંદર પણ રસી આપવાનો નિર્ણય કર્યો છે. જો કોઇ પણ સરકારી અને પ્રાઇવેટ ઓફિસમાં 45 વર્ષ કરતા મોટી ઉંમરના લોકોની સંખ્યા 100 કે તેથી વધારે હશે તો ત્યાં ઓફિસમાં જ રસીકરણ કેન્દ્ર ઉભું કરાશે અને રસીકરણ કરાશે.

નજીકની સરકારી અથવા તો ખાનગી હોસ્પિટલની ટીમ આ કામ કરશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આ માટ દિશા નિર્દેશ જાહેર કર્યા છે. આ સાથે જ કેન્દ્ર સરકારે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને આગામી 11 અપ્રિલથી આ અભયાન લોન્ચ કરવાનો નિર્દેશ આપ્યો છે. કેન્દ્રિય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભુષણે રાજ્યોના અધિક મુખ્ય સચિવ અને સ્વાસ્થ્ય સચિવોને આ અંગે પત્ર લખ્યો છે. પત્રમાં આ માટેના દિશા નિર્દેશોની યાદી પણ સામેલ છે.

જો 100 લાભાર્થીઓ હશએ તો જ જે તે ઓફિસની અંદર રસીકરણ કરવામાં આવશે. એટલે કે જે તે ઓફિસમાં 45 વર્ષ કરતા મોટી ઉંમરના 100 જેટલા લોકો કામ કરતા હોવા જોઇએ. સાથે જ એક વાત સ્પષ્ટ કરવામાં આવી છે કે કરમચારીઓના પરિવાર અને બહારના કોઇ વ્યક્તિને આવા કેન્દ્ર પર રસી આપવામાં આવશે નહીં. જિલ્લા અધિકારીઓ અને નગર નિગમના પ્રમુખોની અધ્યક્ષતામાં બનેલી ટાસ્ક ફોર્સ આવા કેન્દ્રને મંજૂરી આપશે.