×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

છત્તીસગઢના રાયપુરમાં 11 દિવસનું સંપૂર્ણ લોકડાઉન, તમામ સરહદો પણ સીલ કરાશે

રાયપુર, તા. 7 એપ્રિલ 2021, બુધવાર

દેશમાં જે રીતે કોરોના વાયરસનો પ્રકોપ વધી રહ્યો છે તેને જોતા ફરી વખત લોકડાઉનના ભણકારા વાગી રહ્યા છે. દેશના અનેક રાજ્યોમાં કોરોના બેફામ બન્યો છે. જેને જોતા આંશિક પ્રતિબંધોન શરુઆત થઇ છે. ત્યારે છત્તીસગઢ સરકારે રાયપુરની અંદર લોકડાઉનનો નિર્ણય કર્યો છે. છત્તીસગઢ સરકારે આદેશની અંદર કહ્યું કે રાયપુર જિલ્લામાં 9 એપ્રિલ રાત્રે 6 વાગ્યાથી 19 એપ્રિલ સવારે 6 વાગ્યા સુધી સંપૂર્ણ લોકડાઉન લાગુ રહેશે. આ દરમિયાન જિલ્લાની તમામ સીમાઓ પણ સીલ રહેશે.

આદેશમાં કહેવામાં આવ્યું છે કે આ 11 દિવસોમાં મેડિકલની દુકાનો ખોલવાની પરવાનગી અપાશે. જ્યારે દૂધની દુકાનો સવારે 6થી 8 અને સાંજે 5થી સાડા 6 સુધી ખોલી શકાશે. દૂધની દુકાનો સામે સોશિયલ ડિસ્ટન્ગનું પાલન કરવું પડશે. લોકડાઉનની દરમિયાન તમામ ધાર્મિક, સામાજિક અને સાસંકૃતિક તેમજ પ્રવાસન કાર્યક્રમો પણ બંધ રહેશે.

 ઉલ્લેખનીય છે કે આટલા દિવસોનું સંપૂર્ણ લોકડાઉન લાગુ કરનાર છત્તીસગઢ પહેલું રાજ્ય બન્યું છે. મંગળવારે છત્તીસગઢની અંદર 9921 કોરોનાના નવા કેસ સામે આવ્યા છે. તો મંગલવારે રાજ્યમં 53 લોકોના મોત થયા છે. રાજયમાં પહેલા વખત આટલી મોટી સંખ્યામાં કોરોના વાયરસના કેસ આવ્યા છે.