×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કોરોનાનું સંક્રમણ વધતા PM મોદીએ 8 એપ્રિલે બોલાવી બેઠક, તમામ CM રહેશે હાજર, આ મુદ્દે થશે ચર્ચા…


નવી દિલ્હી, તા. 5 માર્ચ 2021, સોમવાર

દેશમાં વધી રહેલા કોરોનાના કહેર વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક વાર ફરીથી 8 એપ્રિલના રોજ તમામ મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરશે. 

દેશમાં વધતા જતા કોરોનાના સંક્રમણને લીધે કોરોનાના કેસોને કાબુમાં કરવા વડાપ્રધાન મોદીએ મુખ્યમંત્રીઓ સાથે હાઇ લેવલ બેઠક બોલાવી છે. મીટિંગ સવારના 11 વાગ્યાથી શરૂ થશે. આ દરમ્યાન મુખ્યમંત્રીઓ સાથે કોરોના વેક્સિનેશન પર પણ ચર્ચા થશે.

આ પહેલા 17 માર્ચના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક હાઈ લેવલ બેઠક યોજી હતી. આ બેઠકમાં કોરોના સાથે જોડાયેલા મુદ્દા અને રસીકરણ પર ચર્ચા થઈ હતી. આ બેઠકમાં કબિનેટ સચિવ, પીએમ મોદીના મુખ્ય સચિવ, સ્વાસ્થ્ય સચિવ અને ડોક્ટર વિનોદ પોલ પણ હાજર રહ્યા હતા.  

રિપોર્ટ્સ અનુસાર, 8 એપ્રિલના રોજ યોજાવા જઇ રહેલી બેઠકમાં તમામ રાજ્યોની વર્તમાન હાલત વિશે પણ સલાહ-સૂચન લેવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બેઠક પહેલા સ્વાસ્થ્યમંત્રી ડોક્ટર હર્ષવર્ધન પણ 11 રાજ્ય અને કેન્દ્ર સાશિત પ્રદેશના સ્વાસ્થ્ય મંત્રી સાથે બેઠક કરશે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 1 લાખ 3 હજાર 558 નવા કેસ સામે આવ્યાં છે. 

તમને જણાવી દઇએ કે, આવું પ્રથમ વાર નથી થયું કે, જ્યારે પીએમ મોદીએ મુખ્યમંત્રીઓ સાથે બેઠક યોજી હોય. આ પહેલાં પણ તેઓએ 17 માર્ચના રોજ એક બેઠક બોલાવી હતી. વડાપ્રધાન મોદીએ આ પહેલાં પણ કોરોના કાળમાં અનેક વાર મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વૈશ્વિક મહામારીને રોકવા માટે રણનીતિ બનાવી ચૂક્યાં છે.