×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કોરોના : આવનારા ચાર અઠવાડિયા વધારે મુશ્કેલ, બધાને રસી આપવા અંગે જાણો કેન્દ્રએ શું કહ્યું?

નવી દિલ્હી, તા. 6 એપ્રિલ 2021, મંગળવાર

કોરોનાના નવા કેસમાં ફરી એકવખત અધધ કહી શકાય તેટલો વધઆરો થઇ રહ્યો છે. તે વચ્ચે કેન્દ્રના સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે કોરોનાની બીજી લહેરને નિયંત્રણમાં લાવવા માટે લોકોની ભઆગીદારી ઘણી મહત્વપૂર્ણ છે. આવનારા ચાર અઠવાડિયા આપણા માટે વધારે મુશ્કેલ છે. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે ભઆરતમાં કોરોના વાયરસની તીવ્રતા વધી છે, ગયા વર્ષ કરતા વધારે ઝડપથી મહામારી ફેલાઇ રહી છે.

આ સિવાય છેલ્લા ઘણા સમયથી એક વાતની ચર્ચા થતી હતી કે કેન્દ્ર સરકાર તમામ ઉંમરના લોકોને વેક્સિન કેમ નથી આપતી. આ અંગે પણ સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે. સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે અત્યારે જો લોકોને વધારે જરુર છે તેમને જ વેક્સિન આપવામાં આવી રહી છે.

સ્વાસ્થ્ય સચિવ રાજીવ ભૂષણે કહ્યું કે વિશ્વ આખામાં આ વિષય પર ઘણો વિચાર વિમર્ષ થયો છે. જ્યારે પણ રસીકરણ થાય છે, તો તેનો ઉદ્દેશ્ય લોકોને મોતથી બચાવવાનો હોય છો. બીજો ઉદ્દેશ્ય આપણી સ્વાસ્થ્ય સુવિધાને મજબૂત કરવાનો છે. ભારત, અમેરિકા, બ્રિટેન વગેરે તમામ દેશોમાં આ ઉદ્દેશ્ય સાથે જ રસી આપવામાં આવી રહી છે.

તેમણે આગળ કહ્યું કે બ્રિટનમાં હજુ પમ તમામ ઉંમરના લોકને રસી નથી આપવામાં આવી રહી. તો અમેરિકામાં પણ ઉંમર પ્રમાણે જ રસી અપાઇ રહી છે, ફ્રાંસમાં પણ માત્ર 50 વર્ષ કરતા વધારે ઉંમરના લોકોને રસી અપાઇ રહી છે. તો સ્વીડનમાં પણ હાલ 65 વર્ષ કરતા મોટી ઉંમરના લોકોને રસી અપાઇ રહી છે. ઉલ્લેખનીય છે કે અરવિંદ કેજરીવાલ, ઉદ્ધવ ઠાકરે અને એશોક ગહેલોતે તમામ ઉંમરના લોકોને રસી આપવાની માંગ કરી છે.